ચિંતા@અમરેલી: જાહેર કાર્યક્રમમાં માસ્ક વગર જોવા મળેલા સાંસદને કોરોના

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભાજપ-કોંગ્રેસના અનેક ધારાસભ્યો, સાંસદો અને આગેવાનો કોરોના પોઝિટીવ બન્યા છે. જેમાં આજે અમરેલીના સાસંદ નારણ કાછડીયા કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયામાં જાણ કરી હતી. ગઇકાલે સાંસદ નારણ કાછડીયા INS વિરાટની વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તે માસ્ક વગર સૌને મળ્યા હતા. અટલ
 
ચિંતા@અમરેલી: જાહેર કાર્યક્રમમાં માસ્ક વગર જોવા મળેલા સાંસદને કોરોના

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ભાજપ-કોંગ્રેસના અનેક ધારાસભ્યો, સાંસદો અને આગેવાનો કોરોના પોઝિટીવ બન્યા છે. જેમાં આજે અમરેલીના સાસંદ નારણ કાછડીયા કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયામાં જાણ કરી હતી. ગઇકાલે સાંસદ નારણ કાછડીયા INS વિરાટની વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તે માસ્ક વગર સૌને મળ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલીના સાંસદ નારણ કાછડિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા આ અંગે જાણકારી આપી છે. ગઈકાલે INS વિરાટ શીપના કાર્યક્રમમાં હાજર હતા. કાછડિયા અલંગમાં કાર્યક્રમમાં સ્ટેજ પર બેઠા હતા એટલું જ નહીં. માસ્ક વગર શીપ પર કાર્યકરો સાથે ફોટો પડાવ્યા હતા. INS વિરાટની વિદાય વખચે મંચ પર નારણ કાછડિયા માસ્ક ઉતારીને બેઠા હતા. એટલું જ નહીં પરંતુ તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેન્દ્રયિ કક્ષના મંત્રી મનસુખ માંડવિયા પણ માસ્ક ઉતારીને બેઠા હતા.