ચિંતા@અરવલ્લી: જીલ્લાના અડધોઅડધ કેસ માત્ર મોડાસા તાલુકામાં બન્યા

અટલ સમાચાર, મોડાસા મોડાસામાં અત્યાર સુધી કોરોનાના 56 કેસ નોંધાતા જીલ્લામાં હોટસ્પોટ તરીકે આગળ વધી રહ્યુ છે. મોડાસા શહેરમાં 37 અને ગ્રામ્ય વિસ્તારમાં 19 મળી કુલ કોરોનાના 56 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. ગત 24 કલાકમાં 5 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. આ તરફ તમામ લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ
 
ચિંતા@અરવલ્લી: જીલ્લાના અડધોઅડધ કેસ માત્ર મોડાસા તાલુકામાં બન્યા

અટલ સમાચાર, મોડાસા

મોડાસામાં અત્યાર સુધી કોરોનાના 56 કેસ નોંધાતા જીલ્લામાં હોટસ્પોટ તરીકે આગળ વધી રહ્યુ છે. મોડાસા શહેરમાં 37 અને ગ્રામ્ય વિસ્તારમાં 19 મળી કુલ કોરોનાના 56 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. ગત 24 કલાકમાં 5 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. આ તરફ તમામ લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ સાથે મોડાસા શહેરના યુવક અને એક વૃદ્ધને કોરોના ભરખી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના કુલ કેસોમાંથી અડધોઅડધ કેસ માત્ર મોડાસા તાલુકામાં બન્યા હોવાનું સામે આવ્યુ છે. મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આરોગ્ય તંત્રએ કોરોનાના ટેસ્ટ કરવાનું ઓછું કરી દીધું હોવાના આક્ષેપ વચ્ચે મોડાસા શહેરમાં લોકલ સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકો કોરોનાગ્રસ્ત બનતા 37 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ તરફ મોડાસા શહેરના યુવક અને એક વૃદ્ધને કોરોના ભરખી ગયો છે.

ચિંતા@અરવલ્લી: જીલ્લાના અડધોઅડધ કેસ માત્ર મોડાસા તાલુકામાં બન્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત 24 કલાકમાં મોડાસા તાલુકામાં નવા 5 કેસ નોંધાયા છે. આ સાથે ભિલોડા તાલુકાના રણીયોદ અને સાતરડા ગામે એક-એક કોરોના પોઝેટીવ કેસ નોંધાયો છે. આ સાથે જીલ્લામાં 118 લોકો અત્યાર સુધી કોરોનાગ્રસ્ત બન્યા છે. મોડાસા શહેરમાં 4 કોરોના પોઝેટીવ દર્દીઓ મળી આવ્યા તે વિસ્તારમાં થર્મલ સ્ક્રીનીંગ હાથ ધરાયું હતું. આ સાથે નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ સહિત સેનેટાઈઝેશન કામગીરી હાથ ધરાઈ હતી.

મોડાસામાં કોરોના બેફામ બન્યો

અરવલ્લી જિલ્લામાં લોકડાઉનની અમલવારીના 23 મા દિવસે પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. આ પછી જેમ-જેમ જિલ્લા અને રાજ્ય બહારથી લોકો જિલ્લામાં આવતા ગયા એમ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતુ જ ગયું. છેલ્લા 45 દિવસોમાં જ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના આંક 118 દર્દીએ પહોંચ્યો છે. મોડાસા શહેરમાં 37 દર્દીઓ અને તાલુકાના 19 મળી 56 દર્દી તો માત્ર મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 118 કેસ નોંધાયા છે. આ સાથે 100 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને ત્રણ લોકોના મોત થતાં હાલ 15 સારવાર હેઠળ છે.

ગત 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

  • હિમાંશુકુમાર ત્રિવેદી, ઉ.37 પાર્થ ડુપ્લેક્ષ, મોડાસા
  • હનીફભાઇ મુનિરભાઇ ફકીર,ઉ.59, મોડાસા
  • દાઉદ સુથાર,ઉ.80, મોડાસા
  • મોહાદ્દીન મુસ્તુફભાઇ સાડા ઉ.31, મોડાસા
  • એક મહીલા, કાર્તિકેય સોસાયટી, મોડાસા