ચિંતા@અરવલ્લી: મગફળી ખરીદીમાં લાલિયાવાડી સામે ખેડુતો વેચાણમાં ઉદાસીન

અટલ સમાચાર,ભિલોડા અરવલ્લી જિલ્લાના વિવિધ ૬ જેટલા કેન્દ્ર પર મગફળી ખરીદીની શરૂઆત થઇ ચૂકી છે. કમોસમી વરસાદમાં બગડેલી મગફળી ન ખરીદાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મગફળીની ખરીદીમાં સરકારની લાલિયાવાડીના કારણે હેરાન-પરેશાન થયેલા ખેડુતો મગફળી કેન્દ્રો પર ફરક્યા પણ નહોતા. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા
 
ચિંતા@અરવલ્લી: મગફળી ખરીદીમાં લાલિયાવાડી સામે ખેડુતો વેચાણમાં ઉદાસીન

અટલ સમાચાર,ભિલોડા

અરવલ્લી જિલ્લાના વિવિધ ૬ જેટલા કેન્દ્ર પર મગફળી ખરીદીની શરૂઆત થઇ ચૂકી છે. કમોસમી વરસાદમાં બગડેલી મગફળી ન ખરીદાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મગફળીની ખરીદીમાં સરકારની લાલિયાવાડીના કારણે હેરાન-પરેશાન થયેલા ખેડુતો મગફળી કેન્દ્રો પર ફરક્યા પણ નહોતા.

ચિંતા@અરવલ્લી: મગફળી ખરીદીમાં લાલિયાવાડી સામે ખેડુતો વેચાણમાં ઉદાસીન

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અરવલ્લી જિલ્લાના 6 કેન્દ્ર પર મગફળી ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. જીલ્લામાં ખેડૂતોએ મગફળીના પાકમાં સારો ભાવ મળી રહે તેવા આશયથી 58 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે 3600 ખેડૂતોએ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી ભેજવાળી મગફળી ન ખરીદાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હોવાની સાથે ટેકાના ભાવના બદલે ખુલ્લા બજારમાં ખેડૂતો મગફળી વેચાણ કરી રોકડા નાણાં મેળવી રહ્યા છે.

ચિંતા@અરવલ્લી: મગફળી ખરીદીમાં લાલિયાવાડી સામે ખેડુતો વેચાણમાં ઉદાસીન

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ચૌદ હજાર પાંચસો જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષે મોડાસા તાલુકામાં મગફળીના અઢારસો જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જ્યારે આ વર્ષે બમણાં એટલે કે, અડત્રીસો ચાર જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી છે. આ વર્ષે જિલ્લામાં અંદાજે પંચાવન હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે, કમોસમી વરસાદને કારણે મગફળીમાં કાળાશ પડી છે, ત્યારે ભેજવાળી મગફળી પણ આવી રહી છે. જેથી આઠ ટકા કરતા વધારે ભેજવાળી મગફળી રીજેક્ટ પણ કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

મગફળીની ખરીદીમાં આ સાત માપદંડો ધ્યાન લેવાશે :-

  • સેમ્પલમાંથી લેવામાં આવેલી મોટી મગફળીના દાણાનું વજન 65% હોવું જોઈએ.
  • સેમ્પલમાંથી લેવામાં આવેલી નાની મગફળીમાં દાણાનું વજન 70% હોવું જોઈએ.
  • સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં કચરાનું પ્રમાણ માત્ર 2% જ હોવું જોઈએ.
  • સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ભેજનું પ્રમાણ 8%થી ઓછું હોવું જોઈએ.
  • સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ડેમેજ થયેલ મગફળીનું પ્રમાણ 2%થી ઓછું હોવું જોઈએ.
  • સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં અલગ અલગ જાતની મગફળી એટલે કે નાની-મોટી મગફળીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ. (આ નિયમ બનાવવા પાછળનું કારણ કોઇપણ ખેડૂત ભેળસેળવાળી મગફળી ન વેચે તેવું છે.)
  • સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ગોગડીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ.