ચિંતા@બનાસકાંઠાઃ પશુપાલક બહેનની મોદીને ટપાલ, વિદેશી દૂધ રોકો

અટલ સમાચાર, મહેસાણા મોદી સરકાર પ્રાદેશિક આર્થિક ભાગીદારી (આરસીઇપી) કરારમાં ડેરી ક્ષેત્રનો સમાવેશ કરવા જઈ રહી છે. આથી વિદેશમાંથી સસ્તા ભાવે દૂધ અને દૂધની બનાવટોની આયાત થશે. જેના કારણે ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોની આજીવિકા છીનવાઈ જવાનો ડર છે. અહીં સૌથી મોટો વ્યવસાય દૂધ ઉત્પાદનનો હોવાથી મોટો ફટકો પડવાના એંધાણ છે. આથી વડગામની બહેને પોતાના ભાઈ
 
ચિંતા@બનાસકાંઠાઃ પશુપાલક બહેનની મોદીને ટપાલ, વિદેશી દૂધ રોકો

અટલ સમાચાર, મહેસાણા

મોદી સરકાર પ્રાદેશિક આર્થિક ભાગીદારી (આરસીઇપી) કરારમાં ડેરી ક્ષેત્રનો સમાવેશ કરવા જઈ રહી છે. આથી વિદેશમાંથી સસ્તા ભાવે દૂધ અને દૂધની બનાવટોની આયાત થશે. જેના કારણે ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોની આજીવિકા છીનવાઈ જવાનો ડર છે. અહીં સૌથી મોટો વ્યવસાય દૂધ ઉત્પાદનનો હોવાથી મોટો ફટકો પડવાના એંધાણ છે. આથી વડગામની બહેને પોતાના ભાઈ વડાપ્રધાન મોદીને પત્ર લખી આ કરાર રદ્દ કરવા જણાવ્યું છે.

ચિંતા@બનાસકાંઠાઃ પશુપાલક બહેનની મોદીને ટપાલ, વિદેશી દૂધ રોકો
Advertise

2014ની ચુંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની તમામ બહેનોને કહ્યું હતું કે, તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે. માત્ર એક પત્ર લખજો ભાઈ બહેનની વ્હારે આવશે. હવે બનાસકાંઠા જિલ્લાના વડગામના વિનુબેન ઉદયસિંહ રાજપૂતે પોતાના ભાઈ વડાપ્રધાન મોદીને સાદી ટપાલ લખી પશુપાલક બહેનોની રોજી માટે ડેરી ઉદ્યોગને મારી નાખતો કરાર રદ્દ કરવા વિનંતી કરી છે.

ચિંતા@બનાસકાંઠાઃ પશુપાલક બહેનની મોદીને ટપાલ, વિદેશી દૂધ રોકો

પીએમઓને મોકલેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, પ્રાદેશિક આર્થિક ભાગીદારી કરાર મુજબ વિદેશથી દૂધની બનાવટો સસ્તા ભાવે ભારતમાં વેચાણ થશે. આથી ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોના દૂધ અને તેની બનાવટોના વેચાણમાં મોટુ ગાબડું પડશે. આનાથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોની રોજી છીનવાઈ જશે.

ચિંતા@બનાસકાંઠાઃ પશુપાલક બહેનની મોદીને ટપાલ, વિદેશી દૂધ રોકો

વડાપ્રધાન ખુદ ઉત્તર ગુજરાતના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૂળ મહેસાણા જિલ્લાના છે છતાં ઉત્તર ગુજરાતની ચિંતા ન હોવાનું કરારને આધારે ચર્ચાઈ રહ્યું છે. વડાપ્રધાન જાણે છે કે, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ ઉત્પાદનનો વ્યવસાય સાથે લાખો લોકો સંકળાયેલા છે. પશુપાલકો દ્વારા દૂધ ઉત્પાદનમાં કરોડોનું ટર્નઓવર થતું હોઈ મુખ્ય વ્યવસાય બન્યો છે. જો વિદેશથી દૂધ આવે તો ઉત્તર ગુજરાતના દૂધ ઉત્પાદકો અને મંડળીઓને ભયંકર આર્થિક ફટકો પડી શકે છે.