ચિંતા@બનાસકાંઠા: દિવસ દરમ્યાન જીલ્લામાં નવા 17 દર્દી ઉમેરાતાં કુલ આંક 873

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં કોરોના કાબુ બહાર ગયો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં બપોરના સમયે 11 દર્દીઓ ઉમેરાયા બાદ મોડી સાંજે બીજા ર દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા કુલ આંક 873 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટછાટોને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોય તેમ કોરોના કેસોની
 
ચિંતા@બનાસકાંઠા: દિવસ દરમ્યાન જીલ્લામાં નવા 17 દર્દી ઉમેરાતાં કુલ આંક 873

અટલ સમાચાર, પાલનપુર 

બનાસકાંઠા જીલ્લામાં કોરોના કાબુ બહાર ગયો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં બપોરના સમયે 11 દર્દીઓ ઉમેરાયા બાદ મોડી સાંજે બીજા ર દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા કુલ આંક 873 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટછાટોને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોય તેમ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે જીલ્લાના નવા 17 કેસ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. આજે બપોરના સમયે જીલ્લામાં એકસાથે17 દર્દીઓનો ઉમેરો થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજે વાવ તાલુકાના ભાટવર ગામે 03 અને વાવમાં 04, દિયોદર તાલુકાના દેલવાડા-1, મીઠી પાલડી-1 અને દિયોદરમાં-1, થરાદ તાલુકાના દેતાલ-1 અને પાવડાસણ-1, પાલનપુર તાલુકાના ચંડીસરમાં 1 અને પાલનપુરમાં 2, ડીસામાં 1, અને ધાનેરામાં 1 મળી નવા 17 દર્દીઓ પોઝિટીવ જાહેર થયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને કારણે વાહન વ્યવહાર બેફામ બનતાં અને જીલ્લામાં અપડાઉન વધતાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઇ રહ્યુ છે. આજે જીલ્લામાં નવા 17 કેસ સામે આવતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના લોકો દર્દીના સંપર્કમાં આવ્યા છે કે નહી તે બાબતે ચિંતામાં મુકાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી કોવિડ ગાઇડલાઇન લગત તેમના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

આજે નોંધાયેલા દર્દીઓની વિગત

  • પંડ્યા રામચંદભાઈ વિહાભાઈ ભાટવર તા.વાવ
  • ગોવારીયા મીરાબેન બાલાભાઈ વાવ
  • પ્રજાપતી પીરાભાઈ મહાદેવભાઈ ભાટવર તા. વાવ
  • પ્રજાપતિ તલાભાઈ શંકરાભાઈ ભાટવર તા. વાવ
  • ડાભી હિતેન્દ્રસિંહ રણજીતસિંહ જલારામ સોસાયટી, દિયોદર
  • નાઈ જીગરભાઈ રમેશભાઈ દેલવાડા તા.દિયોદર
  • ગૌસ્વામી કૈલાશપુરી હુકુમપુરી મીઠી પાલડી તા. દિયોદર
  • આબીસભાઈ રફીકભાઈ ચૌહાણ ધાનેરા
  • પંખુબેન પ્રતાપભાઈ ઠાકોર દેતાલ તા.થરાદ
  • વાદળીબેન ખેમસિંહભાઈ મેઘવાલ પાવડાસણ તા. થરાદ
  • ગીતાબેન તરુણભાઈ સોની ભક્તિનગર સોસાયટી, થરા
  • ચમનસિંગ જગનસિંગ ઝાલા મીરામ્બિકા સોસાયટી.થરા
  • વાઘેલા કિરણબા અર્જુનસિંગ વડા તા. કાંકરેજ
  • ચંદ્રકાંતભાઈ શંકરલાલ ક્રિકલાની ભીલડી તા. ડીસા