ચિંતા@બનાસકાંઠા: ડેન્ગ્યુથી થયુ મોત, જીલ્લામાં આરોગ્યની સ્થિતિએ કોલાહલ

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠા જીલ્લાના છેલ્લા કેટલાક મહિનાઓથી ડેન્ગ્યુ સહિતની બિમારીએ ભરડો લીધો છે. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સરકારી અને ખાનગી દવાખાના એકાએક દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. આ દરમ્યાન થરાદ તાલુકાના ભોરડુ ગામે એક વ્યક્તિનું ડેન્ગ્યુને કારણે મોત થઇ જતાં આરોગ્યની સ્થિતિએ કોલાહલ મચી ગયો છે. જીલ્લા આરોગ્યની ટીમ ભારે દોડધામની વચ્ચે કથડતી આરોગ્યની સ્થિતિ કંટ્રોલમાં
 
ચિંતા@બનાસકાંઠા: ડેન્ગ્યુથી થયુ મોત, જીલ્લામાં આરોગ્યની સ્થિતિએ કોલાહલ

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જીલ્લાના છેલ્લા કેટલાક મહિનાઓથી ડેન્ગ્યુ સહિતની બિમારીએ ભરડો લીધો છે. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સરકારી અને ખાનગી દવાખાના એકાએક દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. આ દરમ્યાન થરાદ તાલુકાના ભોરડુ ગામે એક વ્યક્તિનું ડેન્ગ્યુને કારણે મોત થઇ જતાં આરોગ્યની સ્થિતિએ કોલાહલ મચી ગયો છે. જીલ્લા આરોગ્યની ટીમ ભારે દોડધામની વચ્ચે કથડતી આરોગ્યની સ્થિતિ કંટ્રોલમાં રાખવા મથામણમાં લાગી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ભોરડુ ગામે ડેન્ગ્યુ ત્રાટકતાં એકનું મોત થયુ છે. ડિપ્થેરીયા સહિત વાયરલ તાવ અને મચ્છરજન્ય રોગોની બિમારીઓને કારણે ગ્રામ્ય પંથકમાં ફફડાટનું ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. છેક દિવાળી અગાઉથી જ બનાસકાંઠા જીલ્લાના વિવિધ તાલુકામાં જનઆરોગ્ય જાળવી રાખવા ચાલતી મથામણ વચ્ચે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી. આવી પરિસ્થિતિમાં જીલ્લાના આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય રહીશો માટે અસામાન્ય લાગતી બિમારી અને તેનાથી થતાં મોત જોતા ફફડાટ ઉભો થયો છે. આ તમામ ગતિવિધિ વચ્ચે બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર માટે આગામી સમય અત્યંત મહત્વનો બની ગયો છે. ઉલ્લેખનિય છે કે, સામાન્ય મચ્છર અને શરદી ખાંસીમાં પણ રહીશોને ભારે ચિંતા વચ્ચે દવાખાને દોડવુ પડતુ હોઇ પરિવારજનો ચિંતામાં મુકાયા છે.