ચિંતા@કોંગ્રેસઃ પ્રિયંકા ગાંધીની જવાબદારી સામે ઉભા થયા સવાલો

અટલ સમાચાર,ડેસ્ક પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન 2014 કરતા પણ ખરાબ રહ્યું. એટલે સવાલ ઉઠી રહ્યા છે કે કોંગ્રેસની કારમી હારની જવાબદારી લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા મહાસચિવ પદ છોડી શકે તો પ્રિયંકા ગાંધી કેમ નહીં? તો ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ રાજીનામુ આપીને એ ઈશારો કર્યો છે કે સંગઠન
 
ચિંતા@કોંગ્રેસઃ પ્રિયંકા ગાંધીની જવાબદારી સામે ઉભા થયા સવાલો

અટલ સમાચાર,ડેસ્ક

પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન 2014 કરતા પણ ખરાબ રહ્યું. એટલે સવાલ ઉઠી રહ્યા છે કે કોંગ્રેસની કારમી હારની જવાબદારી લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા મહાસચિવ પદ છોડી શકે તો પ્રિયંકા ગાંધી કેમ નહીં?

તો ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ રાજીનામુ આપીને એ ઈશારો કર્યો છે કે સંગઠન પર તેમના પરિવારનો દબદબો નહીં રહે, ત્યારે શું પ્રિયંકા માટે પોતાનું પદ બચાવવું સરળ હશે? સૌથી મોટી વાત એ છે કે પ્રિયંકા ગાંધી પોતે રાહુલના નિર્ણયને સાહસી પગલું ગણાવી ચૂક્યા છે, ત્યારે તે પોતે રાજીનામુ કેમ નથી આપી રહ્યા?

લોકસભા ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને એક સાથે યુપીની જવાબદારી સોંપી હતી. તેમને આશા હતી કે બંને યુવા ચહેરા ત્યાં પાર્ટીના સંગઠનને સક્રિય કરશે અને તેમની હાજરીને કારણે નવું જોશ પેદા થશે.

પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશ અને સિંધિયાને પશ્ચિમ યુપીની જવાબદારી સોંપાઈ હતી. આ રીતે પ્રિયંકા પાસે યુપીની 80માંથી 42 અને સિંધિયા પાસે 38 બેઠકોની જવાબદારી હતી. પરંતુ સિંધિયાની દેખરેખમાં કોંગ્રેસ ફક્ત સહારનપુરમાં વિવાદિત નેતા ઈમરાન મસૂદની લોકસભા બેઠક પર જ જામીન બચાવી શકી. એટલે ચૂંટણી પરિણામના દોઢ મહિના બાદ સિંધિયાએ હારની જવાબદારી સ્વીકારતા મહાસચિવ પદેથી રાજીનામુ આપ્યું છે. ત્યારે પ્રિયંકા પર નૈતિક દબાણ બની રહ્યું છે.

આમ તો પ્રિયંકા ગાંધીનો દબદબો આખા દેશના કોંગ્રેસ સંગઠન પર હતો, પરંતુ પાર્ટીએ તેમને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી હતી. એટલે ઉમેદવાર નક્કી કરવાથી લઈને દરેક નાના મોટા નિર્ણય તેમને પૂછને થયા. ચૂંટણી દરમિયાન તેમણે પોતાના ઉમેદવારોને ઉતારવા માટે એક રણનીતિનો પણ ઉલ્લેખ કર્યો, જેને કારણે તેમની મજાક પણ થઈ.