ચિંતાઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોર સુધીમાં 197 કેસ

અટલ સમાચાર, ડેસ્ક આજે સવારે સુરત સીટીમાં 95 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 197 કેસ નોંધાયા છે જે સાથે કુલ કેસની સંખ્યા વધીને 26, 429 ઉપર પહોîચી છે. જેમાં સુરત સીટીમાં 19,821 અને જિલ્લા્માં 6608 કેસનો સમાવેશ થાય છે. રાજયમાં સોથી પહેલો કેસ સુરત સીટીમાં અઠવા ઝોનમાં આવ્યો હતો ત્યારબાદ અઠવા ઝોનમાં નહિવત કેસ
 
ચિંતાઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોર સુધીમાં 197 કેસ

અટલ સમાચાર, ડેસ્ક

આજે સવારે સુરત સીટીમાં 95 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 197 કેસ નોંધાયા છે જે સાથે કુલ કેસની સંખ્યા વધીને 26, 429 ઉપર પહોîચી છે. જેમાં સુરત સીટીમાં 19,821 અને જિલ્લા્માં 6608 કેસનો સમાવેશ થાય છે. રાજયમાં સોથી પહેલો કેસ સુરત સીટીમાં અઠવા ઝોનમાં આવ્યો હતો ત્યારબાદ અઠવા ઝોનમાં નહિવત કેસ નોંધાતા હતા. સૌથી સેફ કહેવામાં આવતો અઠવાઝોનમાં હાલમાં કોરોનાઍ જબરજ્સ્ત રાફડા ફાટી નિકળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાંદેર, લિંબાયત, સેન્ટ્રલ બાદ કતારગામ ઝોનમાં જબરજસ્ત કોરોનાનો વિસ્ફોટ થયો હતો. રોજના મોટી સંખ્યામાં કેસો આવતા તંત્રની સાથે સરકાર પણ દોડતી થઈ હતી અને કતારગામ ઝોનïમાં કેસને કાબુમાં લેવા માટે ભારે અર્થાગ પ્રયાસો કર્યા હતા જેમાં સફળતા મળી હતી. ત્યારે હવે સુરતમાં સોથી સેફ વિસ્તાર કહેવાતો અને સોથી પહેલો કેસ આવેલ અઠવા ઝોનમાં કોરોનાએ માથુ ઉચક્યું છે.

ચિંતાઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોર સુધીમાં 197 કેસ
જાહેરાત

છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ ઝોન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. અઠવા ઝોન વિસ્તારમાં ખાણી પીણીની લારી અને હોટલો આવેલી છે અને શનિ અને રવિવારે મોટી સંખ્યામાં લોકો ખાવા માટે ભેગા થતા હોવાથી બંને દિવસે મેઈન રોડ ઉપર આવેલી લારીઓ બંધ કરાવી દીધી છે. છતાંયે સંક્રમણ સતત વધી રહ્યા છે.