ચિંતા: ગુજરાત યુનિવર્સિટીમાં એકસાથે 4થી વધુ કર્મીઓને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.25 લાખને પાર કરી ચૂકી છે. ત્યારે હજુ પણ રાજયમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ ખાતે પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે કોરોનના કેસ મળી આવ્યા છે. અટલ સમાચાર આપના
 
ચિંતા: ગુજરાત યુનિવર્સિટીમાં એકસાથે 4થી વધુ કર્મીઓને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.25 લાખને પાર કરી ચૂકી છે. ત્યારે હજુ પણ રાજયમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ ખાતે પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે કોરોનના કેસ મળી આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત યુનિવર્સિટીના 4થી વધુ કર્મીઓને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષા વિભાગ સહિત વિવિધ વર્ગના કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢ્યા છે. યુનિવર્સિટી ખાતે કોરોનાના કેસ સામે આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તો કોરોના ના કેસ સામે આવતા યુનિવર્સિટીના કર્મચારીઓને રજા આપી ઘરે રવાના કરાયા છે.