ચિંતા@દેશ: ઓગસ્ટના અંતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો કેટલી ઘાતક હશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક પ્રકારની અટકળો લગાવાઈ રહી છે. અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે, તે આ ઓક્ટોબરની આસપાસ આવશે. પરંતુ આઈસીએમઆરના એક મોટા ડોક્ટરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવી શકે છે બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં મહામારી વિજ્ઞાન અને સંક્રમણ
 
ચિંતા@દેશ: ઓગસ્ટના અંતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો કેટલી ઘાતક હશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક પ્રકારની અટકળો લગાવાઈ રહી છે. અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે, તે આ ઓક્ટોબરની આસપાસ આવશે. પરંતુ આઈસીએમઆરના એક મોટા ડોક્ટરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવી શકે છે બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં મહામારી વિજ્ઞાન અને સંક્રમણ રોગોના પ્રમુખ ડો. સમીરન પાંડાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, એક રાષ્ટ્રવ્યાપી ત્રીજી લહેર આવશે. પરંતુ આનો મતબલ એ નથી કે આ બીજી લહેર જેટલી ખતરનાક અથવા તેનાથી વધારે તીવ્ર હશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસની ત્રીજી લહેરના કારણો અંગે જણાવતા સમીરન પાંડાએ કોરોનાથી સાજા થયેલા દર્દીઓને એક મોટું કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન સાજા થયેલા દર્દીઓમાં કોરોનાની સામેની પ્રતિરક્ષામાં ઘટાડો સામેલ છે. આ ત્રીજી લહેરનું કારણ બની શકે છે. સમીરન પાંડાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, કોરોનાનું કોઈ વેરિએન્ટ એવો પણ હોઈ શકે છે જેમની વિરૂદ્ધ મેળવામાં આવેલા ઈમ્યૂનિટી પણ કોઈ અસર નથી જોવા મળી રહી અને તેવામાં વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો. કોરોનાના પ્રતિબંધોમાં અપાઈ રહેલી છુટછાટ ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

આ સાથે પાંડાએ ડેલ્ટા પ્લસ અને ત્રીજી લહેરના કનેક્શન અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, મને નથી લાગતું કે ડેલ્ટા વેરિએન્ટ લોકોના સ્વાસ્થ્ય પર કહેર વર્તાવી શકે. એમ્સ નિર્દેશક રણદિપ ગુલેરિયાએ કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર લોકોની પ્રતિરક્ષાના ઓછી થયા બાદ આવી શકે છે. ત્રીજી લહેરની પાછળ સરકારો દ્વારા હટાવવામાં આવી રહેલા પ્રતિબંધો જવાબદાર હોય શકે. આઈસીએમઆરએ આ અઠવાડિયાની શરઆતમાં કહ્યું હતુ કે, ત્રીજી લહેર આવી શકે છે અને રાજ્ય સરકારોને મોટી સભાઓ ન કરવા આગ્રહ કર્યો હતો. કેમ કે ત્રીજી લહેર માટે શક્ય સુપર સ્પ્રેડર કાર્યક્રમ બની શકે છે.