ચિંતા@ખેડુત: ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા પાક ઉપર “આફત”

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં અપરએર સાયક્લોનિક સિસ્ટમ રચાતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. પરંતુ ઉ.ગુ.માં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસમાં ઉ.ગુ.માં છૂટો છવાયો હળવો વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે, ત્યારે જે ખેડૂતે વાવેતર કર્યું છે તે ખેડૂતોના જીવ વરસાદ ન આવતા પડીકે બંધાયા છે. મહેસાણાની જીવાદોરી
 
ચિંતા@ખેડુત: ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા પાક ઉપર “આફત”

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં અપરએર સાયક્લોનિક સિસ્ટમ રચાતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. પરંતુ ઉ.ગુ.માં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસમાં ઉ.ગુ.માં છૂટો છવાયો હળવો વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે, ત્યારે જે ખેડૂતે વાવેતર કર્યું છે તે ખેડૂતોના જીવ વરસાદ ન આવતા પડીકે બંધાયા છે.

મહેસાણાની જીવાદોરી એવી ધરોઈ સિંચાઈ યોજનામાં પણ પાણી ખાલી થવાના આરે છે. તેથી ખેડૂતો આ સીઝન પણ ફેલ થશે તેવા એંધાણ સાથે ચિંતાતુર બન્યા છે. મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ભય સાથે ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા શરૂ થઈ છે. તો બીજી તરફ રાજસ્થાન સરહદ નજીકના જિલ્લામાં ઉપરવાસમાં પણ નહીવત વરસાદ નોંધાતા જિલ્લાના ચાર મુખ્ય સિંચાઇ માટે જીવાદોરી ગણાતા દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ સહીત ધરોઈ ડેમની સ્થિતિ પણ કફોડી છે.

ચિંતા@ખેડુત: ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા પાક ઉપર “આફત”

મહેસાણાના તમામ તાલુકા મથકોમાં છૂટા છવાયા અમી છાંટણા સિવાય નહીવત વરસાદ છે. ખેડૂતોએ વરસાદી વાતાવરણમાં એરંડા, કપાસ તેમજ કઠોળ સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લાના ઉપરવાસમાં પણ વરસાદ નથી. જેથી જિલ્લાના મુખ્ય ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. જેમા નવા પાણીની હજુ સુધી કોઈ નવી આવક નોંધાઇ નથી. ગત વર્ષે નહિવત વરસાદના પગલે હાલમાં ડેમમાં સિંચાઈ માટે પાણી ખેડૂતો માટે આપવા માં આવ્યું નથી.