ચિંતા@ગુજરાતઃ ગત 24 કલાકમાં 388 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7013 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1709 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોનાં મોત થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કાલે નવા નોંધાયેલા
 
ચિંતા@ગુજરાતઃ ગત 24 કલાકમાં 388 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7013 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1709 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોનાં મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાલે નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 275 કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં 25, ભાવનગરમાં 1, દાહોદમાં 4, દેવભુમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 45, વડોદરામાં 19, બનાસકાંઠામાં 3, રાજસ્થાનમાં 1, આ પ્રકારે કુલ 388 કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, કુલ 7013 દર્દીઓ પૈકી 26 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 4853 સ્ટેબલ છે. 1709 લોકોને ડિસ્ચાર્જ આપવાાં આવ્યો છે અને 425 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજસ્થાનનો એક દર્દી ગુજરાત સરકારે દેખાડતા આશ્ચર્ય ફેલાયું હતું. તેની ગણત્રી સરકારે પોતાની ટોટલમાં કરી હતી પરંતુ તેને રાજસ્થાનનો દર્શાવાયો હતો. જેથી પત્રકારોમાં પણ ચર્ચા ચાલી હતી. જો કે આ અંગે હજીસુધી સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા આવી નથી.