ચિંતા@કચ્છ: રહીશોમાં ડેન્ગ્યૂનો ભરડો, ગાયિકા ગીતા રબારી પણ સપડાઇ

અટલ સમાચાર,ભુજ કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત્ રહ્યો છે. કચ્છના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યૂમાં સપડાયા છે. તેમને સારવાર માટે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે દિવસ તાવ આવ્યા બાદ ગીતા રબારીનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં સિવિલ સર્જન સહિત સાત જેટલા તબીબી પણ ડેન્ગ્યૂની બીમારીમાં સપડાયા હોવાની
 
ચિંતા@કચ્છ: રહીશોમાં ડેન્ગ્યૂનો ભરડો, ગાયિકા ગીતા રબારી પણ સપડાઇ

અટલ સમાચાર,ભુજ

કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત્ રહ્યો છે. કચ્છના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યૂમાં સપડાયા છે. તેમને સારવાર માટે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે દિવસ તાવ આવ્યા બાદ ગીતા રબારીનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં સિવિલ સર્જન સહિત સાત જેટલા તબીબી પણ ડેન્ગ્યૂની બીમારીમાં સપડાયા હોવાની માહિતી મળી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગીતા રબારીની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું છે કે, “ગીતાબેન મારી હોસ્પિટલમાં બે દિવસ પહેલા સાંજે પાંચ વાગ્યા આવ્યા હતા. એમને એ દિવસે બપોરથી તાવ હતો. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં તાવ ઓછો થયો હતો. તેમનો જે બ્લડ રિપોર્ટ કરાયો હતો તેમાં તેમને ડેન્ગ્યૂ પોઝિટિવ આવે છે. હાલ તેમને હોસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ડેન્ગ્યૂ હોવાથી તેમને રિકવર થતાં પાંચથી સાત દિવસ લાગશે. હાલ તેમની તબિયત સારી છે, તેમને કોઈ તકલીફ નથી.”