ચિંતા@મહેસાણા: આજે એકસાથે 131 કેસ ખૂલ્યાં, 33 દર્દી સાજા થયા, ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ આજે પણ 131 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. આજે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં 61 કેસ પોઝિટિવ અને ગ્રામ્ય વિસ્તારમાં 70 પૉઝિટિવ કેસો સામે આવતાં ગ્રામ્ય પંથકમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ હજી પણ મહેસાણા જિલ્લામાં
 
ચિંતા@મહેસાણા: આજે એકસાથે 131 કેસ ખૂલ્યાં, 33 દર્દી સાજા થયા, ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ આજે પણ 131 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. આજે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં 61 કેસ પોઝિટિવ અને ગ્રામ્ય વિસ્તારમાં 70 પૉઝિટિવ કેસો સામે આવતાં ગ્રામ્ય પંથકમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ હજી પણ મહેસાણા જિલ્લામાં 1303 પરિણામ પેન્ડિંગ છે. આ સાથે હાલમાં જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1377 પહોંચી છે. મહેસાણા જિલ્લામાં તમામ હોસ્પિટલમાં બેડ ખૂટી પડવાની વાતો વચ્ચે નાયબ મુખ્યમંત્રી દ્રારા સાંઇક્રિષ્ણા હોસ્પિટલ ફરી કાર્યરત કરવાનું નક્કી કરાયુ છે. આ સાથે આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 33 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@મહેસાણા: આજે એકસાથે 131 કેસ ખૂલ્યાં, 33 દર્દી સાજા થયા, ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે 131 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આજે મહેસાણા શહેરમાં એકસાથે 22 કેસ, વિસનગર શહેરમાં 19 કેસ, કડી શહેરમાં 4 કેસ, ઊંઝા શહેરમાં 10 કેસ, વિજાપુર 1, ખેરાલુ 3 અને વડનગરમાં 2 કેસ મળી શહેરી વિસ્તારમાં 61 કેસ નોંધાયા છે. આ સાથે મહેસાણા તાલુકાના પાંચોટ(OG)માં 3, અંબાસણ, ખારા, દેત્રોજપુરા, બલોલ, ગીલોસણમાં1-1, કડવાસણમાં 2 કેસ નોંધાયા છે.

ચિંતા@મહેસાણા: આજે એકસાથે 131 કેસ ખૂલ્યાં, 33 દર્દી સાજા થયા, ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સૌથી વધુ કેસો મહેસાણા જીલ્લાના ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. આજે વિસનગર તાલુકાના બોકરવાડા, ગુંજા, વાલમ, બાજીપુરા, કડામાં 1-1 તો ગોઠવા ગામે 2 કેસ નોંધાયા છે. આ સાથે કડી તાલુકાના મેડાઆદરજમાં 4, ડરણ, જેતપુરા, ખાવડ, કરજીસણ, કુંડાળ, બોરીસણા, તારાસ્નીયા, ઝાલોડા અને થોળમાં 1-1, ઝુલાસણમાં 3 અને નાની કડીમાં 3 કેસ નોંધાયા છે. આ સાથે ઊંઝાના ઐઠોર, ઉનાવા, ટુંડાવમાં 1-1, વિજાપુરના ખરોડમાં 4, સુંદરપુર, દગાવાડીયા, ફુદેડામાં 2-2, મંડાલી, ફલુ, મોતીપુરા(ભા)માં 1-1, ખેરાલુના બળાદમાં 1, વડનગરના સુંઢીયામાં 1, કમાલપુરમાં 2, સિપોર અને ખતોડામાં 1-1, જોટાણામાં 5, મહંમદપુરા અને ભાટાસણમાં 1 અને ખાંભેલમાં 1 મળી જીલ્લામાં નવા 131 કેસ નોંધાયા છે.