ચિંતા@મહેસાણા: આજે 32 કેસ સાથે કોરોના વિસ્ફોટ, નવા 6 દર્દી સાજા થયા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે જીલ્લાના શહેરી વિસ્તારોમાં સંક્રમણ વધતાં નવા 21 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 11 દર્દી મળી નવા કેસ ઉમેરાયા છે. આ તરફ જીલ્લામાં આજે અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 6 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં
 
ચિંતા@મહેસાણા: આજે 32 કેસ સાથે કોરોના વિસ્ફોટ, નવા 6 દર્દી સાજા થયા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે જીલ્લાના શહેરી વિસ્તારોમાં સંક્રમણ વધતાં નવા 21 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 11 દર્દી મળી નવા કેસ ઉમેરાયા છે. આ તરફ જીલ્લામાં આજે અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 6 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્રારા તમામ નવા દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં નવા 32 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા એકસાથે નવા 11 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ઊંઝા શહેરમાં એકસાથે નવા 5, કડી શહેરમાં 3 અને વિસનગર શહેરમાં 2 મળી નવા 21 કેસ સામે આવ્યા છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં મહેસાણા તાલુકાના વિરતા, દેદિયાસણ, રામોસણા અને મોટીદાઉમાં 1-1, ઊંઝા તાલુકાના ડાભી, મક્તુપુર અને કામલીમાં 1-1 , કડીના ફુલેત્રામાં 1, વિજાપુરના લાડોલમાં 1 અને જોટાણાના માંકણજમાં 1 મળી નવા 32n કેસ સામે આવ્યા છે.