ચિંતા@મહેસાણા: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે 19 કેસ પોઝિટીવ સામે 18 દર્દી સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે સતત સંક્રમણ વધી રહ્યુ હોઇ મહેસાણા જીલ્લામાં સતત નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં નવા 19 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 18 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થઇ જતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા
 
ચિંતા@મહેસાણા: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે 19 કેસ પોઝિટીવ સામે 18 દર્દી સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે સતત સંક્રમણ વધી રહ્યુ હોઇ મહેસાણા જીલ્લામાં સતત નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં નવા 19 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 18 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થઇ જતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 19 કેસ સામે 18 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 2, ઊંઝા શહેરમાં 5, કડી શહેરમાં 1 અને વિસનર શહેરમાં 1 મળી શહેરી વિસ્તારમાં નવા 9 કેસ નોંધાયા છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં 10 કેસોમાં મહેસાણા તાલુકાના રૂપાલ(શોભાસણ)માં 1 ઊંઝાના વિશોળ અને મહેરવાડામાં 1-1 કેસ નોંધાયો છે.

આ સાથે બેચરાજીમાં 5 કેસ, તાલુકાના ગાંભુમાં 1 અને વિજાપુર તાલુકાના સોજા ગામે 1 કેસ નોંધાયો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલની સ્થિતિ કુલ 192 કેસ એક્ટિવ છે.