ચિંતા@મહેસાણા: શહેરી વિસ્તારોમાં કોરોના બેફામ, આજે 24 કેસ, 1 મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ રોજ ડબલ આંકડામાં નવા કેસોનો ઉમેરો થઇ રહ્યો છે. આજે જીલ્લામાં એકસાથે 24 દર્દીઓ ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ જીલ્લા માટે દુ:ખદ સમાચાર કહી શકાય કે આજે મહેસાણાના આંબલિયાસણના 64 વર્ષિય પુરૂષનું કોરોનાની સારવાર દરમ્યાન
 
ચિંતા@મહેસાણા: શહેરી વિસ્તારોમાં કોરોના બેફામ, આજે 24 કેસ, 1 મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ રોજ ડબલ આંકડામાં નવા કેસોનો ઉમેરો થઇ રહ્યો છે. આજે જીલ્લામાં એકસાથે 24 દર્દીઓ ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ જીલ્લા માટે દુ:ખદ સમાચાર કહી શકાય કે આજે મહેસાણાના આંબલિયાસણના 64 વર્ષિય પુરૂષનું કોરોનાની સારવાર દરમ્યાન મોત થયુ છે. આ સાથે આજે નવા 14 દર્દીઓ કોરોના સામે જંગ જીતી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે એકસાથે નવા 24 દર્દીઓ ઉમેરાતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. આજે મહેસાણા તાલુકાના આંબલિયાસણના 64 વર્ષિય કોરોનાગ્રસ્ત પુરૂષનું સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આ તરફ આજે જીલ્લામાં આજે એકસાથે નવા 14 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આજે સૌથી વધુ કેસ શહેરી વિસ્તારમાં નોંધાતાં સંક્રમણને રોકવું જરૂરી બન્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં આજે એકસાથે 24 દર્દીઓ સામે આવતાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આજે મહેસાણા શહેરમાં 8, મહેસાણા તાલુકામાં 1, ઊંઝા શહેરમાં 2, કડી શહેરમાં 4, કડી તાલુકામાં 3, વિસનગર શહેરમાં 2, બેચરાજી તાલુકામાં 4 મળી નવા 24 દર્દી ઉમેરાયા છે. આ તરફ અનલોકમાં મળેલી છૂટને કારણે સતત કોરોના કેસોની સંખ્માં વધારો થઇ રહ્યો છે. આજે નવા નોંધાયેલા દર્દીઓ સહિત જીલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના કુલ 389 કેસ એક્ટિવ છે.