ચિંતા@મહેસાણા: ગ્રામ્યમાં સંક્રમણ બેકાબૂ, આજે નવા 19 કેસ સામે 9 સાજા થયા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 19લોકો પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આજે જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 9 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા
 
ચિંતા@મહેસાણા: ગ્રામ્યમાં સંક્રમણ બેકાબૂ, આજે નવા 19 કેસ સામે 9 સાજા થયા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મહેસાણા જીલ્લામાં નવા ‌19લોકો પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આજે જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 9 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 19 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ 9 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 11 કેસ સામે આવ્યા છે. આજે મહેસાણા શહેરમાં 6, મહેસાણા તાલુકાના તાવડીયા, દેદીયાસણ, પાલાવાસણા(ઓએનજીસી) અને પાંચોટમાં 4, કડી શહેરમાં 1, કડી તાલુકાના કુંડાળ, ડરણ(મોરવા) અને ઇરાણામાં ‌‌1-1, વિસનગર શહેરમાં 1, વિજાપુર તાલુકાના કોલવડા, સરદારપુર અને ફુદેડામાં 1-1 અને જોટાણા તાલુકાના ધનાલીમાં 1 મળી નવા 19 કેસ સામે આવ્યા છે.