ચિંતા@મહેસાણા: ગ્રામ્યમાં સ્થિતિ ચિંતાજનક, આજે નવા 32 કેસ સામે 7 સાજા થયા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ આજે એકસાથે 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા 7 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ જીલ્લામાં પોઝીટીવ કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટતી હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.
 
ચિંતા@મહેસાણા: ગ્રામ્યમાં સ્થિતિ ચિંતાજનક, આજે નવા 32 કેસ સામે 7 સાજા થયા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ આજે એકસાથે 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા 7 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ જીલ્લામાં પોઝીટીવ કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટતી હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે સાંજના સમયે એકસાથે નવા 32 દર્દી ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યુ હોઇ આજે નવા 20 કેસ અને શહેરી વિસ્તારમાં 12 કેસ સામે આવ્યા છે. આજે સૌથી વધુ કેસ મહેસાણા શહેરમાં 9 અને તાલુકાના પાલાવાસણા(ઓએનજીસી)માં 4, આંનદપુરામાં 1, રામોસણામાં 1, દેદીયાસણમાં 2, દેલા, મોટપ અને ટુંડાલીમાં 1-1 કેસ સામે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે ઊંઝા શહેરમાં 1, કડી શહેરમાં 1 અને વડનગર શહેરમાં 1 સહિત ઊંઝાના ઉપેરામાં 2, ઊંઝાના ભાંખરમાં 1, કડીના કુંડાળ અને માથાસુરમાં 1-1, વિજાપુરના ગોવિંદપુરામાં જૂથમાં 1, વિસનગરના કડામાં 1 અને સતલાસણામાં 1 મળી જીલ્લામાં નવા 32 કેસ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.