ચિંતા@મહેસાણા: આજે નવા 27 કેસ નોંધાયા, 10 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી પોઝિટીવ દર્દીની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં ચિંતાજનક સ્થિતિ બની છે. આજે મહેસાણા જીલ્લામાં 27 કેસ નોંધાયા છે. આ તરફ આજે નવા 10 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થતાં
 
ચિંતા@મહેસાણા: આજે નવા 27 કેસ નોંધાયા, 10 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી પોઝિટીવ દર્દીની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં ચિંતાજનક સ્થિતિ બની છે. આજે મહેસાણા જીલ્લામાં 27 કેસ નોંધાયા છે. આ તરફ આજે નવા 10 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 27 કેસ નોંધાયા છે. જેમાં જીલ્લાના શહેરી વિસ્તારમાં નવા 22 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 5 મળી કુલ 27 દર્દી ઉમેરાયા છે. આ તરફ આજે જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 10 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં આજે નવા 27 કેસોમાં જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો નવા 5 કેસ ઉમેરાયા છે. જેમાં મહેસાણા તાલુકાના દેદીયાસણમાં 2, વિસનગર તાલુકાના ડાભલા ગામે 1, બેચરાજી તાલુકાના મોઢેરામાં 1 અને કડીના કરણનગરમાં 1 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા શહેરમાં 10, ઊંઝા શહેરમાં 7, વિસનગર શહેરમાં 3, વિજાપુર અને કડી શહેરમાં 1-1 મળી નવા 27 કેસ નોંધાયા છે.