ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં આજે નવા 19 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે આજે પાટણમાં એકસાથે નવા 19 લોકો પોઝિટીવ જાહેર થયા છે. અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિ પહેરવાને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ નોંધાયેલા દર્દીઓનો કુલ આંક 1814 પહોંચ્યો છે. આ
 
ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં આજે નવા 19 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે પાટણમાં એકસાથે નવા 19 લોકો પોઝિટીવ જાહેર થયા છે. અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિ પહેરવાને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ નોંધાયેલા દર્દીઓનો કુલ આંક 1814 પહોંચ્યો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 19 દર્દી ઉમેરાયાં છે. આજે પાટણ શહેરમાં 2 અને પાટણ તાલુકામાં સુજનીપુર જેલમાં 2, ધારપુર કેમ્પસ, સંડેર અને કણીમાં 1-1, સિધ્ધપુર શહેરમાં 4 અને સિધ્ધપુર તાલુકાના લાલપુરમાં 1, ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા અને ભાટવાસણામાં 1-1 અને ચાણસ્મા શહેરમાં 2, સમી તાલુકાના બાસ્પામાં 1, સરસ્વતી તાલુકાના ગોલીવાડામાં 1 અને રાધનપુર શહેરમાં 1 મળી જીલ્લામાં નવા 19 કેસ નોંધાયા છે.