ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 16 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ પાટણમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા 16 દર્દી ઉમેરાતા જીલ્લાનો કુલ આંકડ 1972 પહોંચ્યો છે. આ તરફ અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ રોજ દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ
 
ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 16 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા 16 દર્દી ઉમેરાતા જીલ્લાનો કુલ આંકડ 1972 પહોંચ્યો છે. આ તરફ અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ રોજ દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 1 અને તાલુકાના રૂનીમાં 1, સરસ્વતી તાલુકાના ધનાસરામાં 1, રાધનપુર શહેરમાં 2, ચાણસ્મા તાલુકાના વસઇ અને કેશણીમાં 1-1, સાંતલપુર તાલુકાના વારાહીમાં 1, સિધ્ધપુર શહેરમાં 4, સમી તાલુ તાલુકાના સજુપુરામાં 1 અને સોનાર ગામે એકસાથે નવા 3 કેસ નોંધાતાં ચકચાર મચી ગઇ છે.