ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 46 દર્દી ઉમેરાયાં, સિધ્ધપુરમાં 13 કેસ

અટલ સમાચાર, પાટણ દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઇ રહ્યું હોઇ પાટણ જીલ્લામાં દરરોજ લગભગ 40 ઉપર કેસ નોંધાઇ રહ્યા છે. પાટણ જીલ્લામાં આજે નવા 46 દર્દીઓ ઉમેરાતાં જીલ્લાનો કુલ આંક 3432 પહોંચ્યો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કવાયત
 
ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 46 દર્દી ઉમેરાયાં, સિધ્ધપુરમાં 13 કેસ

અટલ સમાચાર, પાટણ

દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઇ રહ્યું હોઇ પાટણ જીલ્લામાં દરરોજ લગભગ 40 ઉપર કેસ નોંધાઇ રહ્યા છે. પાટણ જીલ્લામાં આજે નવા 46 દર્દીઓ ઉમેરાતાં જીલ્લાનો કુલ આંક 3432 પહોંચ્યો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કવાયત હાથ ધરાઇ છે.

ચિંતા@પાટણ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 46 દર્દી ઉમેરાયાં, સિધ્ધપુરમાં 13 કેસ

પાટણ જીલ્લામાં નવા 46 કેસ સાથે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને તહેવારો વચ્ચે સતત લોકોની આવન-જાવન વધતાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. આજે પાટણ શહેરમાં 10, તાલુકાના કુણઘેર, ધારપુર, માંડોત્રીમાં ‌1-1 કેસ, બાલીસણા અને ડેરમાં 2-2 કેસ નોંધાયા છે. આ સાથે હારીજ શહેરમાં 3, બોરતવાડા અને સોઢવમાં 1-1 કેસ નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિધ્ધપુરમાં સતત કોરોના કેસોનો આંકડો વધી રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે સિધ્ધપુર શહેરમાં 10 કેસ નોંધાયા તો તાલુકાના આંકવી, બીલીયા અને વનાસણમાં 1-1 કેસ સામે આવ્યો છે. ચાણસ્મા તાલુકાના જસલપુર, છમીછા અને પલાસરમાં 1-1 અને ચાણસ્મા શહેરમાં 1, શંખેશ્વરના લોલાડા અને પંચાસરમાં 1-1, સરસ્વતી તાલુકાના સાંપ્રા અને ખલીપુરમાં 1-1, રાધનપુર શહેરમાં 2 અને સમીમાં 1 મળી જીલ્લામાં નવા 46 કેસ નોંધાયા છે.