ચિંતા@પાટણ: આજે એકસાથે નવા 35 દર્દી ઉમેરાયાં, સંક્રમણ કાબૂ બહાર

અટલ સમાચાર,પાટણ પાટણમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 35 કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ શહેરી વિસ્તારમાં હોઇ સંક્રમણ બેફામ ગતિએ આગળ વધી રહ્યુ હોવાનું સ્પષ્ટ બન્યુ છે. આ તરફ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક પ્રજાજનો દ્રારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાથી
 
ચિંતા@પાટણ: આજે એકસાથે નવા 35 દર્દી ઉમેરાયાં, સંક્રમણ કાબૂ બહાર

અટલ સમાચાર,પાટણ

પાટણમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 35 કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ શહેરી વિસ્તારમાં હોઇ સંક્રમણ બેફામ ગતિએ આગળ વધી રહ્યુ હોવાનું સ્પષ્ટ બન્યુ છે. આ તરફ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક પ્રજાજનો દ્રારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાથી સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. આ તરફ દરરોજ ડબલ આંકડામાં નવા દર્દીઓ ઉમેરાતાં હોઇ આરોગ્ય તંત્ર માટે સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 35 દર્દી ઉમેરાતાં ચકચાર મચી છે. આજે પાટણ શહેરમાં 12 અને પાટણ તાલુકાના કણી, સંડેર અને મણુંદમાં 1-1 કેસ, ચાણસ્મા તાલુકાના જસલપુર, રૂપપુર, રામગઢ,ખોરસમમાં 1-1 અને ધિણોજ-દેલમાલમાં 2-2 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લાનું કોરોના એ.પી.સેન્ટર ગણાતાં સિધ્ધપુર શહેરમાં 3 અને તાલુકાના ખોલવાડા ગામે 1 કેસ સામે આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ હારીજના બોરતવાડા અને ગોવનામાં 1-1 અને હારીજ શહેરમાં 1, સમીના વેડમાં 2, રાધનપુર શહેરમાં 2 અને સરસ્વતી તાલુકાના કોઇટામાં 1 મળી નવા 35 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.