ચિંતા@પાટણ: ઝડપથી ફેલાઇ રહ્યુ છે સંક્રમણ, આજે પણ 28 કેસ સાથે કોરોના વિસ્ફોટ

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લગભગ 20 થી ઉપર કેસો આવતાં જીલ્લામાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે જીલ્લામાં નવા 28 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી
 
ચિંતા@પાટણ: ઝડપથી ફેલાઇ રહ્યુ છે સંક્રમણ, આજે પણ 28 કેસ સાથે કોરોના વિસ્ફોટ

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લગભગ 20 થી ઉપર કેસો આવતાં જીલ્લામાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે જીલ્લામાં નવા 28 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આજે સૌથી વધુ કેસ પાટણ શહેર અને તાલુકામાં મળી 13 દર્દી ઉમેરાતાં સંબંધિતોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં લોકલ સંક્રમણ કાબૂ બહાર જતાં દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આજે પાટણ શહેરમાં એકસાથે 12 દર્દી ઉમેરાતાં શહેરી વિસ્તારમાં સંક્રમણ બેફામ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ પાટણ તાલુકાના સંડેર ગામમાં 1, ચાણસ્મા શહેરમાં 1 અને ચાણસ્મા તાલુકાના ધિણોજમાં 3 અને મંડલોપમાં 1 કેસ સામે આવ્યો છે. આ તરફ સિધ્ધ્પુર શહેરમાં 2 અને તાલુકાના ચંદ્રાવતીમાં 1, શંખેશ્વરમાં 1 અને તાલુકાના કુંવારદમાં 2 અને ચંદ્રાવતીમાં 1 કેસ નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ આજે સમી તાલુકાના વેડ ગામે 1, સરસ્વતી તાલુકાના સરીયદ ગામે 1 અને રાધનપુર શહેરમાં 2 મળી નવા 28 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ આજના કેસો સહિત જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 1727 કેસ નોંધાઇ ચુક્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે.