ચિંતા@પ્રાંતિજ: ફુલાવરનું બમ્પર ઉત્પાદન, ભાવ તળિયે જતાં ખેડૂતોમાં નિરાશા

અટલ સમાચાર,પ્રાંતિજ પ્રાંતિજ પંથકમાં ફુલાવરનું ઉત્પાદન સારૂ થયુ હોવા છતાં પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ફુલાવરના ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો ભાવ મળતા પંથકના ખેડૂતોને પોતાનો જ પાક નષ્ટ કરવો એવી સ્થિતિ ઉભી થઇ છે. નોંધનિય છે કે, જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરી માસ દરમ્યાન લગ્નસરાની સિઝન હોવાને લઇને શાકભાજીની માંગમાં વધારો
 
ચિંતા@પ્રાંતિજ: ફુલાવરનું બમ્પર ઉત્પાદન, ભાવ તળિયે જતાં ખેડૂતોમાં નિરાશા

અટલ સમાચાર,પ્રાંતિજ

પ્રાંતિજ પંથકમાં ફુલાવરનું ઉત્પાદન સારૂ થયુ હોવા છતાં પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ફુલાવરના ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો ભાવ મળતા પંથકના ખેડૂતોને પોતાનો જ પાક નષ્ટ કરવો એવી સ્થિતિ ઉભી થઇ છે. નોંધનિય છે કે, જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરી માસ દરમ્યાન લગ્નસરાની સિઝન હોવાને લઇને શાકભાજીની માંગમાં વધારો જોવા મળતો હોય છે. અને જેને લઇને ભાવોમાં ઉછાળો આવતો હોય છે. પરંતુ ઉલટાનુ હાલમાં માંગ વચ્ચે જ ભાવો નબળા રહેવાને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પંથકને કોબીજ અને ફુલાવરના ઉત્પાદન માટે અગ્રેસર વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ હાલ તો ફુલાવરનુ ઉત્પાદન કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ખેડૂતો પોતાના ફુલાવરના ઉત્પાદનને માંડ દસ-વીસથી ચાલીસ રૂપિયા મણના ભાવે વેચી રહ્યા છે. ખેડૂતો પ્રતિ કીલો 60 થી 70 હજાર રૂપીયાના ભાવના બીયારણ વડે ખેતરમાં ફુલાવરનુ ઉત્પાદન કરતા હોય છે અને સાથે જ તેના ઉત્પાદન પાછળ પાકના ઉછેર અને જતન માટે પણ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે.

ચિંતા@પ્રાંતિજ: ફુલાવરનું બમ્પર ઉત્પાદન, ભાવ તળિયે જતાં ખેડૂતોમાં નિરાશા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોનો સરવાળે પ્રતિ એકર 80 હજાર જેટલો ખર્ચ વેઠીને તૈયાર કરેલો ફુલાવરનો પાક હવે પાણીના ભાવે વેચાવા લાગતા જગતનો તાત મુંઝાયો છે. ફુલાવરનો પાક છેલ્લા પચીસેક દીવસથી પ્રતિ વીસ કીલોના દસ-વીસથી માંડી ચાલીસ રૂપીયા જેટલા ભાવે બજારોમાં વેચાય છે અને તેના પરીણામે ખેડૂતોને લણણીની મજૂરીનો ખર્ચ પણ માથે પડતો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે હાલમાં કેટલાક ખેડૂતો તો પોતાના ખેતરમાં રહ્યો સહ્યો પાક પણ ખેતરમાં જ ટ્રેકટર વડે નષ્ટ કરી રહ્યાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.