ચિંતા@રાજકોટ: બ્રિટનથી આવેલા 2 લોકો સંપર્ક વિહોણા, સ્થાનિક પ્રશાસનમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી વચ્ચે રાજકોટથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં બ્રિટનથી મુંબઇ થઇ રાજકોટ આવેલા ત્રણ લોકોમાંથી બે લોકો સંપર્ક વિહોણા બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી વચ્ચે બ્રિટનથી છેલ્લી ફ્લાઇટમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવા સુચના આપેલ છે. જોકે રાજકોટના ત્રણમાંથી
 
ચિંતા@રાજકોટ: બ્રિટનથી આવેલા 2 લોકો સંપર્ક વિહોણા, સ્થાનિક પ્રશાસનમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી વચ્ચે રાજકોટથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં બ્રિટનથી મુંબઇ થઇ રાજકોટ આવેલા ત્રણ લોકોમાંથી બે લોકો સંપર્ક વિહોણા બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી વચ્ચે બ્રિટનથી છેલ્લી ફ્લાઇટમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવા સુચના આપેલ છે. જોકે રાજકોટના ત્રણમાંથી ર વ્યક્તિઓ તેમના સરનામે હાજર ન હોઇ સ્થાનિક પ્રશાસનમાં દોડધામના દ્રશ્યો સર્જાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના ત્રણ વ્યક્તિઓ બ્રિટનથી પરત ફર્યા બાદ બે લોકો હોમ ક્વોરેન્ટાઇન રહેવાને બદલે સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઇ રાજ્ય સરકારે ઇમેઇલથી સ્થાનિક પ્રશાસનને જાણ કરી છે. કોરોનાના નવા સ્ટ્રેનના ભય વચ્ચે બ્રિટનથી આવેલા 2 લોકો ગાયબ થતાં પ્રશાસનમાં આ લોકોને શોધવા દોડધામ મચી છે. જોકે સરકારે આપેલા એડ્રેસ પર બંન્ને લોકો હાજર મળી ન આવતાં આરોગ્ય તંત્ર તેમને શોધવા કવાયતમાં લાગ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક મહિલામાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. UKમાં થયેલા ટેસ્ટમાં મહિલા કોરોના પોઝિટીવ આવી હતી. પોઝિટિવ આવ્યા બાદ મહિલા UKમાં જ ક્વોરેન્ટાઈન હતી. આ દરમ્યાન જ મહિલા UKથી ભાગીને ભારત પહોંચી હતી અને 21 ડિસેમ્બરે મહિલા લંડનથી ફ્લાઈટ દ્વારા દિલ્હી આવી પહોંચી.