ચિંતા@રાજકોટ: કોરોનાનું આતંકી સ્વરૂપ, એક જ રાતમાં 10 દર્દીનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં કોરોનાએ આંતકી રૂપ ધારણ કર્યુ હોય તેમ કેસો વધવાની સાથે મોતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં એક જ રાતમાં 10 કોરોના દર્દીના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ જેમાં રાજકોટ શહેરના 7 દર્દીઓ ગોંડલ શહેરના 1 દર્દી, ગોંડલ તાલુકાના 1 દર્દી તેમજ સુરેન્દ્રનગરના વઢવાણ 1 અને જસદણના 1
 
ચિંતા@રાજકોટ: કોરોનાનું આતંકી સ્વરૂપ, એક જ રાતમાં 10 દર્દીનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં કોરોનાએ આંતકી રૂપ ધારણ કર્યુ હોય તેમ કેસો વધવાની સાથે મોતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં એક જ રાતમાં 10 કોરોના દર્દીના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ જેમાં રાજકોટ શહેરના 7 દર્દીઓ ગોંડલ શહેરના 1 દર્દી, ગોંડલ તાલુકાના 1 દર્દી તેમજ સુરેન્દ્રનગરના વઢવાણ 1 અને જસદણના 1 દર્દીનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે કોરોના વાયરસના દર્દીઓ ના મોતનો સિલસિલો પણ રાજકોટ શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના 9 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જ્યારે કે 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો આજે વહેલી સવારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા મોતનો કુલ આંક 11 પર પહોંચ્યો છે.

જે દર્દીઓના મોત નીપજ્યા છે તેમાં રાજકોટ શહેરના 7 દર્દીઓ ગોંડલ શહેરના 1 દર્દી, ગોંડલ તાલુકાના 1 દર્દી તેમજ સુરેન્દ્રનગરના વઢવાણ 1 અને જસદણના 1 દર્દીનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ આજરોજ રાજકોટના રૈયા રોડ પર આવેલા છોટુનગર માં મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 2500 જેટલા ફેરિયાઓનો મેડિકલ ચેકઅપ ની કામગીરી શરૂ કરવામાં આવી છે.