ચિંતા@રાજકોટ: મેડિકલ કોલેજના ડીનની ઓફીસના બે કર્મચારી કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરની મેડિકલ કોલેજની ડીનની ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારીના કોરોના ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં કોરોનાના 24 કલાકમાં 9 કેસ નોંધાતા સૌરાષ્ટ્રના પાટનગરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. રાજકોટ કોરોનાના કેસમાં દોઢી સદીથી એક જ કેસ દૂર છે. હવે શહેરમાં કુલ 149 કેસ
 
ચિંતા@રાજકોટ: મેડિકલ કોલેજના ડીનની ઓફીસના બે કર્મચારી કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરની મેડિકલ કોલેજની ડીનની ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારીના કોરોના ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં કોરોનાના 24 કલાકમાં 9 કેસ નોંધાતા સૌરાષ્ટ્રના પાટનગરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. રાજકોટ કોરોનાના કેસમાં દોઢી સદીથી એક જ કેસ દૂર છે. હવે શહેરમાં કુલ 149 કેસ અત્યારસુ ધીમાં પોઝિટિવ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ મેડિકલ કોલેજના ડિનની ઓફીસના બે કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં હવે ડીન ડો. ગૌરવી ધ્રુવનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે. શહેરમાં 24 કલાકમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તરફ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 149 પહોંચ્યો છે. જેમાં શહેરના 149 અને ગ્રામ્યના 87 મળી કુલ પોઝિટિવ આંક 236 પહોંચ્યો છે.