ચિંતા@સુરત: કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, દર્દીઓ અલગ વોર્ડમાં દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક બ્રિટનમાં જોવા મળેલાં કોરોનાના નવા સ્ટ્રેનનો ગુજરાતમાં પણ સૌપ્રથમ કેસ નોંધાયો છે. ગત દિવસોએ ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે યુવતીના પરિવારના બે લોકો ચેપગ્રસ્ત થતાં તમામને કોવિડ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ માતા અને બંને પુત્રીની તબિયત નોર્મલ
 
ચિંતા@સુરત: કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, દર્દીઓ અલગ વોર્ડમાં દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બ્રિટનમાં જોવા મળેલાં કોરોનાના નવા સ્ટ્રેનનો ગુજરાતમાં પણ સૌપ્રથમ કેસ નોંધાયો છે. ગત દિવસોએ ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે યુવતીના પરિવારના બે લોકો ચેપગ્રસ્ત થતાં તમામને કોવિડ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ માતા અને બંને પુત્રીની તબિયત નોર્મલ અને પરણિતાના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇંગ્લેન્ડથી સુરતના હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત આવતા તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. આ યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાને કારણે 10 ડિસેમ્બરના રોજ વાયા દિલ્હીથી સુરત આવી આવી હતી. જે બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન જવા માટે જવાની હતી તે માટે તે દિલ્હી એરપોર્ટ પણ પહોંચી હતી પરંતુ બ્રિટનની તમામ ફ્લાઇટ રદ થવાને કારણે આ યુવતી પરત સુરત આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તંત્રને જાણ થતાં જ તાત્કાલિક તપાસ કરતાં આ યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા. યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેના કારણે આ ત્રણેવ દર્દીઓને નવી સિવિલના દસમા માળે આ માટેના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.