ચિંતા@તલોદ: કોરોનાના કુલ 11 કેસ, 2ના મોત થતા સંક્રમણ તોડવા દોડધામ

અટલ સમાચાર, તલોદ કોરોનાના કહેર વચ્ચે તલોદમાં અત્યાર સુધી કુલ 11 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કોરોનાને કારણે કુલ 2ના મોત થતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. તલોદ તાલુકામાં ગત ત્રણ દિવસ દરમ્યાન કોરોનાના બે કેસ પોઝિટિવ આવ્યો હતો. આ બે પૈકી 61 વર્ષની વયના ઓધવનગરના ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
 
ચિંતા@તલોદ: કોરોનાના કુલ 11 કેસ, 2ના મોત થતા સંક્રમણ તોડવા દોડધામ

અટલ સમાચાર, તલોદ

કોરોનાના કહેર વચ્ચે તલોદમાં અત્યાર સુધી કુલ 11 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કોરોનાને કારણે કુલ 2ના મોત થતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. તલોદ તાલુકામાં ગત ત્રણ દિવસ દરમ્યાન કોરોનાના બે કેસ પોઝિટિવ આવ્યો હતો. આ બે પૈકી 61 વર્ષની વયના ઓધવનગરના ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તલોદ/માધવગઢની કેશવ ટાઉનશિપના રહીશ એવા પ્રા.શિક્ષક સારવાર મેળવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકામાં કોરોનાના કુલ 11 કેસ પોઝિટીવ આવ્યા હતા. તલોદના માધવગઢના સીમાડામાં આવેલી કેશવ ટાઉનશિપમાં પરિવાર સાથે રહેતા બાલુસિંહ કેસરીસિંહ પરમાર (ઉ.46) તાવ તથા અશક્તિથી પીડાતા હતા. જેઓએ તલોદના ૨ ખાનગી દવાખાનાની સારવાર લીધી હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ તેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તપાસમાં બાલૂસિંહનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ચિંતા@તલોદ: કોરોનાના કુલ 11 કેસ, 2ના મોત થતા સંક્રમણ તોડવા દોડધામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બાલુસિંહ અરવલ્લીના વડગામ પંથકની મોટી વાવ પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની સુરજબહેન તાલુકાના દાદરડા ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. જેથી બાલુસિંહ તેમના પત્નીને ફરજના સ્થળ રોજ મૂકવા/ લેવા જતા આવતા હતા. આ સાથે તેમની બ્લડ પ્રેશરની સારવાર માટે હિંમતનગર/તલોદ પણ જતા હતા. જેઓએ તા.02/06/2020ના રોજ તાવ અને અશક્તિની દવા તલોદના એક ખાનગી તબીબની લીધી હતી. બાદ ફિઝીશીયનની સારવાર લીધી હતી ત્યારે તેઓ શરદી, અશક્તિ અને શ્વાસ લેવાની તકલીફથી પીડાતા હતા. જેઓને તબીબની સલાહ મુજબ હિંમતનગર સિવિલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યાં તેઓનું ટેસ્ટ માટે લેવામાં આવતા સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. જેથી તેમને આઇસોલેશન વોર્ડ માં રાખી સારવાર કરવામાં આવી છે.

કોરોનાને કારણે વધુ એક મોત

તલોદના આંતરોલી પુંજાજીના ઓધવનગર કંપાના ખેડૂત દલસુખભાઈ રતિભાઈ પટેલ તા.08/06/2020ના રોજ કોરોના રીપોર્ટ દલસુખ ભાઈની તબિયત લથડતાં તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.08/06/2020ની રાત્રે સિવિલ હોસ્પિટલમાં જ તેમનું મોત થયુ છે.