ચિંતા@વડોદરાઃ 36 કલાકમાં મ્યુકોરમાઇકોસિસ વધુ બે કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં ફરી પાછો આવ્યો મ્યુકોરમાઇકોસિસ! છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,076 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,435 લોકો કોરોનાને
 
ચિંતા@વડોદરાઃ 36 કલાકમાં મ્યુકોરમાઇકોસિસ વધુ બે કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં ફરી પાછો આવ્યો મ્યુકોરમાઇકોસિસ! છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,076 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,435 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

વડોદરા શહેરમાં સોમવારે કોરોનાનો એક જ નવો દર્દી મળી આવ્યો હતો. જોકે આ માટે 2,341 સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ નવો કેસ ફતેપુરા વિસ્તારમાં નોંધાયો હતો. વડોદરા શહેરમાં 34 લોકો હાલમાં ક્વોરન્ટીન છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા 19 છે, જે પૈકી એકની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના વધુ 2 દર્દી નોંધાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે દિવાળીપુરા અને દંતેશ્વર વિસ્તારમાં મલેરિયાના 2 દર્દીઓ નોંધાતાં કુલ આંક 4000ની નજીક પહોંચ્યો છે. સોમવારે શહેરમાં ડેન્ગ્યુના 34 અને ચિકનગુનિયાના વધુ 7 કેસ નોંધાયા છે. સોમવારે એક જ દિવસમાં તાવના 658 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમોએ કરેલા સર્વેમાં ઝાડા-ઊલટીના 96 કેસ નોંધાયા છે.પાલિકાએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા માટે 29 કન્સ્ટ્રક્શન સાઈટ અને 18 હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી 5 કન્સ્ટ્રક્શન સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ આપી સંતોષ માન્યો હતો.