ચિંતા@ઉ.ગુ: કોરોના બેકાબૂ, નવા 79 લોકો સંક્રમિત બન્યાં, ચેપનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ કોરોના મહામારી વચ્ચે ગઇકાલે ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લામાં મળી 79 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જેમાં મહેસાણામાં 28, પાટણમાં 19, બનાસકાંઠામાં 21, સાબરકાંઠામાં 9 અને અરવલ્લીમાં 2 કેસ મળી નવા 79 દર્દી ઉમેરાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી
 
ચિંતા@ઉ.ગુ: કોરોના બેકાબૂ, નવા 79 લોકો સંક્રમિત બન્યાં, ચેપનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લામાં મળી 79 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જેમાં મહેસાણામાં 28, પાટણમાં 19, બનાસકાંઠામાં 21, સાબરકાંઠામાં 9 અને અરવલ્લીમાં 2 કેસ મળી નવા 79 દર્દી ઉમેરાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં એકસાથે નવા 28 દર્દી ઉમેરાયા

ચિંતા@ઉ.ગુ: કોરોના બેકાબૂ, નવા 79 લોકો સંક્રમિત બન્યાં, ચેપનો રાફડો ફાટ્યો

મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ ગઇકાલે સાંજે નવા 28 દર્દી ઉમેરાયા હતા. જેમાં મહેસાણા શહેરમાં 10, મહેસાણા તાલુકાના સાલડી અને પાંચોટમાં 1-1, ઊંઝા શહેરમાં 5 અને ઊંઝા તાલુકાના સુરજનગર(ડાભી)માં 1, કડી શહેરમાં 2 અને કડી તાલુકાના નાનીકડીમાં 2 અને ઉંટવામાં 1, વિસનગર શહેરમાં 2, ખેરાલુ શહેરમાં 1, બેચરાજી તાલુકાના કાલરી ગામે 1 અને વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે 1 મળી નવા 28 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

પાટણમાં પણ સંક્રમણ કાબૂ બહાર જતાં નવા 19 કેસ

ચિંતા@ઉ.ગુ: કોરોના બેકાબૂ, નવા 79 લોકો સંક્રમિત બન્યાં, ચેપનો રાફડો ફાટ્યો

પાટણ જીલ્લામાં પણ સતત કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ ગઇકાલે નવા 19 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 4, પાટણ તાલુકાના ધારપુરમાં 1 અને સુજનીપુર જેલ અને કણી ગામે 2-2કેસ નોંધાયા છે. આ સાથે ચાણસ્મા તાલુકાના સેવાળા, મણીપુરા અને જીતોડામાં 1-1, સમી તાલુકાના ઝીલવાણા અને વરાણા ગામે 1-1, રાધનપુર શહેરમાં 3 અને સિધ્ધ્પુર શહેરમાં 2 કેસ મળી નવા 19 કેસ સામે આવ્યા છે.

બનાસકાંઠામાં નવા 21 દર્દી ઉમેરાયાં

બનાસકાંઠામાં પણ સંક્રમણ કાબૂ બહાર જતાં છેલ્લા કેટલાક દિવસોથી 20થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં ગઇકાલે એકસાથે નવા 21 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. ગઇકાલે જીલ્લાના પાલનપુરમાં 17, થરાદમાં 2, અમીરગઢમાં 1 અને સુઇગામમાં 1 કેસ નોધાયો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટઇન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ચિંતા@ઉ.ગુ: કોરોના બેકાબૂ, નવા 79 લોકો સંક્રમિત બન્યાં, ચેપનો રાફડો ફાટ્યો

અરવલ્લીમાં પણ નવા 2 કેસ

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં થોડી રાહત મળી હોય તેમ ગઇકાલે માત્ર નવા 2 કેસ સામે આવ્યા છે. જીલ્લાના મોડાસાના જુદા-જુદા વિસ્તારની 2 મહિલાઓ પોઝિટીવ જાહેર થતાં તેમને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરાઇ છે.

ચિંતા@ઉ.ગુ: કોરોના બેકાબૂ, નવા 79 લોકો સંક્રમિત બન્યાં, ચેપનો રાફડો ફાટ્યો

સાબરકાંઠા જીલ્લામાં 9 દર્દી ઉમેરાયા

સાબરકાંઠા જીલ્લામાં ગઇકાલે નવા 9 દર્દી ઉમેરાતાં સંક્રમણની ચેન તોડવા આરોગ્ય તંત્રમાં મથામણ શરૂ થઇ છે. આ તરફ ગઇકાલે સાંજે ખેડબ્રહ્મામાં 4, હિંમતનગરમાં 2, ઇડરમાં 1, પ્રાંતિજમાં 1 અને વિજયનગરમાં 1 મળી નવા 9 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે.