અપીલ@હિંમતનગર: મામલતદારનો આદેશ, સુખી લોકો રાશન છોડો, નહીં તો કાર્યવાહી

અટલ સમાચાર, હિંમતનગર કોરોના મહામારી વચ્ચે રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો વિનામુલ્યે વિતરણ કરાયો હતો. જોકે હવે સરકારને આર્થિક ભારણ થતું હોવાનો આધાર લઇ વહીવટી તંત્ર દ્રારા સૌથી મોટી અપીલ કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે સધ્ધર પરિવારોને એટલે કે રેશનકાર્ડધારકોને તેમનો હક્ક જતો કરવા કહેવામાં આવ્યુ છે. જો સ્વેચ્છાએ સરકારી અનાજનો જથ્થો જતો કરવામાં
 
અપીલ@હિંમતનગર: મામલતદારનો આદેશ, સુખી લોકો રાશન છોડો, નહીં તો કાર્યવાહી

અટલ સમાચાર, હિંમતનગર

કોરોના મહામારી વચ્ચે રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો વિનામુલ્યે વિતરણ કરાયો હતો. જોકે હવે સરકારને આર્થિક ભારણ થતું હોવાનો આધાર લઇ વહીવટી તંત્ર દ્રારા સૌથી મોટી અપીલ કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે સધ્ધર પરિવારોને એટલે કે રેશનકાર્ડધારકોને તેમનો હક્ક જતો કરવા કહેવામાં આવ્યુ છે. જો સ્વેચ્છાએ સરકારી અનાજનો જથ્થો જતો કરવામાં નહીં આવે તો તપાસમાં પકડી લેવામાં આવશે. જેના આધારે કાયદેસરની કાર્યવાહી અથવા જરૂર જણાય તો ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી હિંમતનગર મામલતદારે જાહેર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર મામલતદાર કચેરી દ્રારા એક અપીલ જાહેર કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રિય ખાધ સુરક્ષા મિશન અંતર્ગત સરકારી અનાજનો લાભ મેળવતાં રાશનકાર્ડ ધારકોને સામુહિક સંદેશો આપ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, સુખાકારીની વિવિધ કેટેગરી હેઠળ આવતાં આર્થિક રીતે સુખી કાર્ડધારકોને સરકારી અનાજનો લાભ છોડવા કહ્યુ છે. સરકારને આર્થિક રીતે બોજ પડતો હોઇ સુખી છે તેવાં સરકારી અનાજ જતુ કરે. આવા કાર્ડધારકોએ 15-10-2020 સુધીમાં સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરવા હિંમતનગર મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની નકલ જોડી અરજી રજૂ કરવા જણાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્રારા દરેક રેશનકાર્ડ ધારકોને મફત સરકારી અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન વિવિધ પેકેજો જાહેર કર્યા બાદ હવે પુરવઠા વિભાગે સૌથી મોટી કવાયત હાથ ધરી છે. આર્થિક રીતે સધ્ધર હોય તેવા રેશનકાર્ડધારકો પોતાનો હક્ક સ્વેચ્છાએ જતો નહિ કરે તો આગામી તા.21-10-2020 પછી ઝુંબેશ રૂપે તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ દરમ્યાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો હિંમતનગર તાલુકા વહીવટી તંત્ર દ્રારા કાયદેસરની કાર્યવાહી થશે. આ સાથે જરૂર જણાયે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી હોવાનો ઉલ્લેખ કરતાં હડકંપ મચી ગયો છે.

આર્થિક રીતે સધ્ધર હોવાના માપદંડ નક્કી કર્યા

  1. 4 પૈડા કે તેથી વધુ પૈડા વાળું વાહન ધરાવતા હોય
  2. જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય
  3. જે કુટુંબનો સભ્ય માસિક રૂ.10.000 થી વધુ આવક ધરાવતાં હોય
  4. જે કુટુંબનો સભ્ય આવકવેરો,વ્યવસાય વેરો ચુકવતો હોય
  5. જે કુટુંબ 5 એકર કરતાં વધારે જમીન ધરાતું હોય
  6. જે કોઇ પ કુટુંબનો કોઇપણ સભ્ય પેન્શર હોય
  7. આર્થિક સુખાકારી ધરાવતા હોય જેમકે.એ.સી. 3,કે તેથી વધેરા રૂમ વાળું મકાન
  8. શહેરી વિસ્તારમાં ધાબા વાળું પાકું મકાન ધરાવતાં હોય
  9. કોઇપણ ખાનગી કંપનીમાં રૂ.10.000થી વધુની આવકની નોકરી-ભાગીદારી હોય