અરજદાર@મહેસાણા: અધિકારીની સુચના માહિતી આપો, કર્મચારીએ આપી ધમકી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકા પંચાયતમાં માહિતી અરજી મામલે અજીબોગરીબ કીસ્સો સામે આવ્યો છે. અરજદારે કરેલી માહિતી અરજી સામે ટીડીઓ દ્વારા સંબંધિત કર્મચારી પાસેથી મેળવી લેવા કહેવાયુ હતુ. જેથી અરજદાર તુરંત ટેકનીકલ કર્મચારી પાસે જતા માહિતીની સામે ધમકી મળી હતી. ભયમાં આવી ગયેલા અરજદારે સમગ્ર ઘટનાક્રમ અંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા કર્મચારીને ફટકાર
 
અરજદાર@મહેસાણા: અધિકારીની સુચના માહિતી આપો, કર્મચારીએ આપી ધમકી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકા પંચાયતમાં માહિતી અરજી મામલે અજીબોગરીબ કીસ્સો સામે આવ્યો છે. અરજદારે કરેલી માહિતી અરજી સામે ટીડીઓ દ્વારા સંબંધિત કર્મચારી પાસેથી મેળવી લેવા કહેવાયુ હતુ. જેથી અરજદાર તુરંત ટેકનીકલ કર્મચારી પાસે જતા માહિતીની સામે ધમકી મળી હતી. ભયમાં આવી ગયેલા અરજદારે સમગ્ર ઘટનાક્રમ અંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા કર્મચારીને ફટકાર મળી હતી.

અરજદાર@મહેસાણા: અધિકારીની સુચના માહિતી આપો, કર્મચારીએ આપી ધમકી

મહેસાણા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં વ્રજેશ નામના વ્યકિતએ માહિતી અરજી કરી હતી. ટીડીઓ દ્વારા માહિતી નહિ મળતા અરજદારે નાયબ જીલ્લા વિકાસ અધિકારીને અપીલ કરી હતી. જેની સામે ટીડીઓને માહિતી આપી દેવા કહેવાતા અરજદારે હાંશકારો અનુભવ્યો હતો. ફરીથી ટીડીઓ પાસે ગયેલા અરજદારે માહિતી માંગતા મનરેગાના ટેકનીકલ કર્મચારી શકરાભાઇ પાસેથી મેળવી લેવા સુચવ્યુ હતુ.

અરજદાર@મહેસાણા: અધિકારીની સુચના માહિતી આપો, કર્મચારીએ આપી ધમકી

ટીડીઓની સુચના સામે અરજદાર તાત્કાલિક ધોરણે મનરેગા શાખામાં પહોંચતા શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા. અરજદારે પોતાને શકરાભાઇ રબારી નામના કર્મચારીથી ગંભીર ધમકી મળી હોવાની ફરીયાદ કરી છે. નાયબ જીલ્લા વિકાસ અધિકારીને કરેલી ફરીયાદમાં કર્મચારીએ બુટલેગર જોડે પતાવી દેવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અરજદાર બીકમાં આવી જતા ડેપ્યુટી ડીડીઓએ તાત્કાલિક અસરથી કર્મચારીને ખખડાવ્યો હતો.

અરજદાર@મહેસાણા: અધિકારીની સુચના માહિતી આપો, કર્મચારીએ આપી ધમકી