આવેદન@ભિલોડા: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ

અટલ સમાચાર, ભિલોડા કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઇ કોંગ્રેસે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. કોરોના મહામારીમાં પ્રજાના ધંધા રોજગાર અને રોજીરોટી કમાતા બધાજ લોકોની આવક બંધ થઇ ગઇ છે. જેને લઇ કોંગ્રેસે હાલની પરિસ્થિતિમાં ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરતા ગરીબ અને મધ્યમ વર્ગને અનુલક્ષી ભાવવધારો પાછો ખેંચવા માંગ કરી છે. અટલ
 
આવેદન@ભિલોડા: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ

અટલ સમાચાર, ભિલોડા

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઇ કોંગ્રેસે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. કોરોના મહામારીમાં પ્રજાના ધંધા રોજગાર અને રોજીરોટી કમાતા બધાજ લોકોની આવક બંધ થઇ ગઇ છે. જેને લઇ કોંગ્રેસે હાલની પરિસ્થિતિમાં ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરતા ગરીબ અને મધ્યમ વર્ગને અનુલક્ષી ભાવવધારો પાછો ખેંચવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવેદન@ભિલોડા: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ

અરવલ્લી જીલ્લાના ભિલોડામાં આજે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે, હાલની ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં ખૂબ ભાવ વધારો કરેલ છે. જેના લીધે દરેક જીવન જરૂરી ચીજવસ્તુઓ અને અન્ય ધંધા, રોજગાર માટે કાચો માલ મોંઘા થતાં મોંઘવારી વધતા પ્રજાને ખૂબજ મુશ્કેલીઓ અનુભવી પડે છે. હાલમાં પ્રજાને કોરોનાની મહામારીમાં મોંઘવારીએ માજા મુકી છે. જેને લઇ પેટ્રોલ-ડીઝલમાં થયેલ ભાવ વધારો પાછો ખેચો તો પ્રજાની મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ કોંગ્રેસે કરી છે.

આવેદન@ભિલોડા: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ