આવેદન@ચાણસ્મા: ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવાના નિર્ણયનો વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ચાણસ્મા તાલુકાના ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે. વિગતો મુજબ જીલ્લા પંચાયત દ્રારા ગામની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યોછે. જેથી ગ્રામજનો અને વાલીમંડળો દ્રારા પ્રતિક ઉપવાસ કરી સરપંચને આ નિર્ણય રદ્દ કરવા આવેદનપત્ર આપવામાં
 
આવેદન@ચાણસ્મા: ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવાના નિર્ણયનો વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ચાણસ્મા તાલુકાના ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે. વિગતો મુજબ જીલ્લા પંચાયત દ્રારા ગામની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યોછે. જેથી ગ્રામજનો અને વાલીમંડળો દ્રારા પ્રતિક ઉપવાસ કરી સરપંચને આ નિર્ણય રદ્દ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા મર્જ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ ઉચો થયો છે. ગઇકાલે ધિણોજના ગ્રામજનો અને વાલીમંડળ દ્રારા ઉગ્ર વિરોધ કરી પ્રતિક ઉપવાસ કરાયો હતો. જે બાદમાં શાળા મર્જ કરવાના આ નિર્ણયને રદ્દ કરવા ગામના મહિલા સરપંચ કૈલાસબેન ચૌધરીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં વાલીઓને બંને શાળાઓ મર્જ કરવાથી વિદ્યાર્થિનિઓની સુરક્ષા સામે ખતરો ઉભો થશે તેવી રજૂઆત કરી હતી.