આવેદનપત્ર@ધોળકા: લોકરક્ષક ભરતીમાં ઠરાવ રદ્દ કરવા આગેવાનોની માંગ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી લોકરક્ષક ભરતીમાં સરકારના ઠરાવને લઇ ઠેર-ઠેર અનામત અને બિનઅનામત વર્ગના લોકો દ્રારા વિરોધ અને સમર્થન કરવામાં આવી રહ્યા છે. ગઇકાલે ધોળકા પ્રાંત અધિકારીને એસસી,એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારો અને આગેવાનો દ્રારા તા.1-8-2018 પરિપત્રને રદ્દ કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે સરકારના ઠરાવથી એસસી,એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારોને ધરાર અન્યાય થયો
 
આવેદનપત્ર@ધોળકા: લોકરક્ષક ભરતીમાં ઠરાવ રદ્દ કરવા આગેવાનોની માંગ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી

લોકરક્ષક ભરતીમાં સરકારના ઠરાવને લઇ ઠેર-ઠેર અનામત અને બિનઅનામત વર્ગના લોકો દ્રારા વિરોધ અને સમર્થન કરવામાં આવી રહ્યા છે. ગઇકાલે ધોળકા પ્રાંત અધિકારીને એસસી,એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારો અને આગેવાનો દ્રારા તા.1-8-2018 પરિપત્રને રદ્દ કરવા માંગ કરવામાં આવી છે.

આવેદનપત્ર@ધોળકા: લોકરક્ષક ભરતીમાં ઠરાવ રદ્દ કરવા આગેવાનોની માંગ

આ સાથે સરકારના ઠરાવથી એસસી,એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારોને ધરાર અન્યાય થયો હોવાનું ઉમેર્યુ હતુ. જો આ ઠરાવ રદ્દ કરવામાં નહિ આવે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

આવેદનપત્ર@ધોળકા: લોકરક્ષક ભરતીમાં ઠરાવ રદ્દ કરવા આગેવાનોની માંગ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવેદનપત્ર@ધોળકા: લોકરક્ષક ભરતીમાં ઠરાવ રદ્દ કરવા આગેવાનોની માંગ

લોકરક્ષક ભરતીમાં સરકારના ઠરાવને રદ્દ કરવા એસસી, એસટી અને ઓબીસી વર્ગ દ્રારા ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, ગુજરાત સરકારના તા.1-8-2018નો ઠરાવ જેમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને અન્યાય કરવામાં આવ્યો છે. જાહેર કરેલ મેરીટ લીસ્ટમાં અનામત કેટેગરી મહિલાઓ જે બિનઅનામત કેટેગરી મહિલાઓ કરતાં વધુ ગુણ મેળવેલ છે કે, ધરાવે છે. છતાં અનામત કેટેગરીના મહિલાઓને બિનઅનામત કેટેગરીમાં નહિ સામેલ કરીને તેમને અન્યાય કરવામાં આવ્યો છે.

આવેદનપત્ર@ધોળકા: લોકરક્ષક ભરતીમાં ઠરાવ રદ્દ કરવા આગેવાનોની માંગ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સામાજીક કાર્યક્રર અશ્વિન સોનારાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો ધોળકા પ્રાંત ઓફીસે ભેગા થઇ આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં દલિત અગ્રણી દિનેશ મકવાણા, કાજલ વેગડા, સરોજબેન, લક્ષ્મીબેન મહેરીયા, પ્રવિણ જાદવ, ઓબીસી અગ્રણી નાનુભાઇ મકવાણા, આદિત્ય પ્રજાપતિ, વિપુલ ભરવાડ, જગદીશ પાઠક, એસટી અગ્રણી, પ્રકાશ વસાવા, મુસ્લિમ અગ્રણી મુનાફભાઇ રાધનપુર, વ્હિદાબેન પનારા, ફિરોજખાન પઠાણ, મકસુદખાન પઠાણ, હિનફભાઇ મુન્સી, બાકીરભાઇ અને રોહીત રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.