આવેદનપત્ર@ઇડર: ગામમાં વિકાસના કામો નહિ થતાં TDOને રજૂઆત કરાઇ

અટલ સમાચાર, ઇડર કોરોના મહામારી વચ્ચે ઇડર તાલુકાના ગામે વિકાસના કામો નહિ થતા હોવાથી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. નવ નિર્માણ કમિટી દ્રારા ગામના વિકાસ માટે આવતી તમામ ગ્રાન્ટ સભા કર્યા વગર નહિ વાપરવા, પાણીના પ્રશ્નો હલ કરવા, પંચાયતમાં વી.સી બદલવા અને ગ્રામસભા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જ થાય તેવી રજૂઆત કરી છે.
 
આવેદનપત્ર@ઇડર: ગામમાં વિકાસના કામો નહિ થતાં TDOને રજૂઆત કરાઇ

અટલ સમાચાર, ઇડર

કોરોના મહામારી વચ્ચે ઇડર તાલુકાના ગામે વિકાસના કામો નહિ થતા હોવાથી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. નવ નિર્માણ કમિટી દ્રારા ગામના વિકાસ માટે આવતી તમામ ગ્રાન્ટ સભા કર્યા વગર નહિ વાપરવા, પાણીના પ્રશ્નો હલ કરવા, પંચાયતમાં વી.સી બદલવા અને ગ્રામસભા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જ થાય તેવી રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ગોલવાડા ગામે વિકાસના કામો નહિ થતાં હોઇ ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. નવ નિર્માણ કમિટી દ્રારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી ગામના વિકાસના કામો બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતી હોવાનું જણાવ્યુ છે.

આવેદનપત્ર@ઇડર: ગામમાં વિકાસના કામો નહિ થતાં TDOને રજૂઆત કરાઇ

આ સાથે પાણીના પ્રશ્નો વહેલી તકે નિકાલ થાય, ગામમાં પીવાનું પાણી ઘરે-ઘરે પહોંચતું નથી છતાં ગ્રામ પંચાયત વેરા વસુલ કરતા હોઇ યોગ્ય પગલાં લેવા, આ સાથે ગામની અંદર પંચાયતના સભ્ય તથા સરપંચ દ્રારા ખોટું બોલીને પૈસા લેવામાં આવે છે, કોઇના કોઇ કામે પૈસા લેવામાં આવતા હોવાથી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી છે.

આવેદનપત્ર@ઇડર: ગામમાં વિકાસના કામો નહિ થતાં TDOને રજૂઆત કરાઇ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગોલવાડા ગામની અંદર-બહાર ઘોડા બાવરીયાના ઝુંડનો નિકોલ થતો નથી તો આ પ્રશ્ન બાબતે ઘટતુ કરવા માંગ કરી છે. આ સાથે ગામની અંદરની સ્ટ્રીટલાઇટો બંધ છે. આ લાઇટ બંધના કારણે બહેનો દુધ, શાક, બકાલું વગેરે લેવા જવા માટે તકલીફ પડે છે માટે આ પ્રશ્ન બાબતે ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્ર@ઇડર: ગામમાં વિકાસના કામો નહિ થતાં TDOને રજૂઆત કરાઇ