આવેદનપત્ર@સિદ્ધપુર: કોરોનાના પ્રકોપ વચ્ચે વિવિધ બીલ-વેરા-ફી માફ કરો

અટલ સમાચાર, સિદ્ધપુર,ખેરાલુ (હર્ષલ ઠાકર, મનોજ ઠાકોર) કોરોના વાયરસની મહામારી વચ્ચે કોંગ્રેસે વિવિધ બીલ-વેરા-ફી માફ કરવા આવેદનપત્રો આપ્યા છે. જેમાં સિદ્ધપુરમાં પ્રાતં અધિકારી અને ખેરાલુમાં મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ બીલ-વેરા-ફી માફ કરવા માંગ કરી છે. સિદ્ધપુરમાં આજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તો ખેરાલુમાં પણ તાલુકા
 
આવેદનપત્ર@સિદ્ધપુર: કોરોનાના પ્રકોપ વચ્ચે વિવિધ બીલ-વેરા-ફી માફ કરો

અટલ સમાચાર, સિદ્ધપુર,ખેરાલુ (હર્ષલ ઠાકર, મનોજ ઠાકોર)

કોરોના વાયરસની મહામારી વચ્ચે કોંગ્રેસે વિવિધ બીલ-વેરા-ફી માફ કરવા આવેદનપત્રો આપ્યા છે. જેમાં સિદ્ધપુરમાં પ્રાતં અધિકારી અને ખેરાલુમાં મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ બીલ-વેરા-ફી માફ કરવા માંગ કરી છે. સિદ્ધપુરમાં આજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તો ખેરાલુમાં પણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવેદનપત્ર@સિદ્ધપુર: કોરોનાના પ્રકોપ વચ્ચે વિવિધ બીલ-વેરા-ફી માફ કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુર અને મહેસાણા જીલ્લાના ખેરાલુમાં કોંગ્રેસે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન પાર્ટ-૩ સુધી ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ થઈ ગયા હતાં. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ છે. કોગ્રેસ પ્રદેશ સમિતિનાં આદેશ મુજબ ત્યારે સિદ્વપુર-ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને માર્ચથી જૂન ૨૦૨૦ સુધીના તમામ લોકોના વિજબીલ માફ કરવા, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનાં રહેઠાણ,પાણી અને મિલકત વેરા માફ કરવા,ખાનગી શાળાઓમાં આગામી શૈક્ષણિકવર્ષની પ્રથમ સત્ર ફી માફ કરવાં અથવા સરકાર આવી ફી રકમની સહાય પુરી પાડે તેવી અનેક માંગોને લઈ આવેદનપત્ર આપ્યુ હતું.

આવેદનપત્ર@સિદ્ધપુર: કોરોનાના પ્રકોપ વચ્ચે વિવિધ બીલ-વેરા-ફી માફ કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિદ્વપુરમાં આ પ્રસંગે પ્રદેશ કોગ્રેસ સહમંત્રી દશરથભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી ઈબ્રાહીમભાઈ ચારોલિયા, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માંકણોજિયા, સિદ્વપુર શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, રૂપસંગજી(કાકોશી), પ્રકાશ ઠાકોર, પ્રવિણજી તાલુકા પંચાયત સદસ્ય, રતિલાલ બારોટ વગેરે હાજર રહ્યાં હતાં.