આવેદન@કડી: હાથરસ દલિત યુવતિના બળાત્કારીઓને ફાંસી આપો: સમાજની માંગ

અટલ સમાચાર,કડી કોરોના મહામારી વચ્ચે આજે કડીમાં મામલતદારને દલિત યુવતિના બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. આ સાથે ગુનેગારોને રક્ષણ આપનાર યોગી સરકારને બરતરફ કરવા કડીના દલિત સમાજે કડી મામલતદાર મહેશભાઈ ગૌસ્વામીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં પૂર્વ ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો જોડાયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
આવેદન@કડી: હાથરસ દલિત યુવતિના બળાત્કારીઓને ફાંસી આપો: સમાજની માંગ

અટલ સમાચાર,કડી

કોરોના મહામારી વચ્ચે આજે કડીમાં મામલતદારને દલિત યુવતિના બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. આ સાથે ગુનેગારોને રક્ષણ આપનાર યોગી સરકારને બરતરફ કરવા કડીના દલિત સમાજે કડી મામલતદાર મહેશભાઈ ગૌસ્વામીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં પૂર્વ ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો જોડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી ખાતે આજે દલિત સમાજે હાથરસની ઘટનાને લઇ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. કડી તાલુકા દલિત સમાજે ઘટનાને વખોડી કાઢી દલિત દીકરીને ન્યાય મળે તે માટે આ કેસની તપાસ કરાવી આરોપીને ફાસીની સજા આપવા આવે અને તટસ્થ તપાસ થાય તે માટે સી.બી.આઈ ની માંગણી કરી હતી. આ સાથે ભવિષ્યમાં આવાં કિસ્સા ના બને તે માટે સરકાર યોગ્ય કાયદો લાવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવાની પણ માંગ કરી હતી.

આવેદન@કડી: હાથરસ દલિત યુવતિના બળાત્કારીઓને ફાંસી આપો: સમાજની માંગ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ પ્રસંગે કડીના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા, કિશનભાઇ વાલ્મિકી, રાજુભાઈ વાલ્મિકી, પૂનમભાઈ વાલ્મિકી, શાંતાબેન, વિગેરે મોટી સંખ્યામાં દલિત સમાજ નાં આગેવાનો હાજર રહ્યા હતા. ભવિષ્યમાં દલિત સમાજની દીકરીઓ ઉપર આવું નાં બંને કોઈ અધમ કૃત્ય નાં થાય તે માટે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી દલિત સમાજ દ્વારા આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે.