આવેદન@મહેસાણા: AAPના આગેવાનો પર હુમલાં થતાં હોઇ સુરક્ષા આપો, નહીં તો આંદોલન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટીની સફળ એન્ટ્રીથી આગામી ચૂંટણીને લઇ અનેક અવકાશ ઉભા થયા છે. આ તરફ આપ પાર્ટીના પ્રદેશ આગેવાનો પર હુમલાની ઘટનાને લઇ પણ રાજ્યભરના આમ આદમી પાર્ટીના કાર્યક્રરોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે મહેસાણા આમ આદમી પાર્ટી દ્રારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને પત્ર લખી આગેવાનો
 
આવેદન@મહેસાણા: AAPના આગેવાનો પર હુમલાં થતાં હોઇ સુરક્ષા આપો, નહીં તો આંદોલન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટીની સફળ એન્ટ્રીથી આગામી ચૂંટણીને લઇ અનેક અવકાશ ઉભા થયા છે. આ તરફ આપ પાર્ટીના પ્રદેશ આગેવાનો પર હુમલાની ઘટનાને લઇ પણ રાજ્યભરના આમ આદમી પાર્ટીના કાર્યક્રરોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે મહેસાણા આમ આદમી પાર્ટી દ્રારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને પત્ર લખી આગેવાનો પર હુમલા રોકવા અને સલામતી પુરી પાડવા રજૂઆત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ જીગ્નેશભાઇ પટેલની આગેવાની હેઠળ આજે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી, મહેશભાઇ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાની ઘટનાઓને ટાંકી તેઓને સુરક્ષા પુરી પાડવા માંગ કરાઇ છે. આ સાથે દરેક હુમલામાં ઓળખાયેલા અસામાજીક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ આવેદનમાં કર્યો છે.

આવેદન@મહેસાણા: AAPના આગેવાનો પર હુમલાં થતાં હોઇ સુરક્ષા આપો, નહીં તો આંદોલન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી દ્રારા અપાયેલા આવેદનપત્રમાં પ્રદેશના નેતાઓને પુરી સલામતી પુરી પાડવા માંગ કરાઇ છે. આ સાથે પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર હિંસક હુમલા એ સદંતર અયોગ્ય હોવાનું પણ જણાવ્યુ છે. આ તરફ જો સરકાર દ્રારા આ મામલે કોઇ યોગ્ય અને નક્કર પગલાં નહી ભરવામાં આવે તો આપ પાર્ટી દ્રારા સરકાર સામે અહિંસાના માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

આવેદન@મહેસાણા: AAPના આગેવાનો પર હુમલાં થતાં હોઇ સુરક્ષા આપો, નહીં તો આંદોલન