આવેદન@પાટણ: કોરોનાકાળે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે તંત્ર સમક્ષ સંઘની રજૂઆત

અટલ સમાચાર, પાટણ કોરોનાકાળ વચ્ચે પાટણમાં આજે શૈક્ષિક મહાસંઘ દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. વિવિધ પડતર પ્રશ્નોને લઇ શૈક્ષિક મહાસંઘે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માંગણીઓને લઇ કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં ખાસ વ્યાયામ શિક્ષકોની ભરતી, 4200 ગ્રેડ પે, TET-TATની ભરતી બાદ આરઆર બનાવી શિક્ષકોને ન્યાય આપવા સહિતના મુદ્દે એકજૂથ બની રજૂઆત કરાઇ હતી.
 
આવેદન@પાટણ: કોરોનાકાળે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે તંત્ર સમક્ષ સંઘની રજૂઆત

અટલ સમાચાર, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણમાં આજે શૈક્ષિક મહાસંઘ દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. વિવિધ પડતર પ્રશ્નોને લઇ શૈક્ષિક મહાસંઘે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માંગણીઓને લઇ કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં ખાસ વ્યાયામ શિક્ષકોની ભરતી, 4200 ગ્રેડ પે, TET-TATની ભરતી બાદ આરઆર બનાવી શિક્ષકોને ન્યાય આપવા સહિતના મુદ્દે એકજૂથ બની રજૂઆત કરાઇ હતી.

પાટણ જીલ્લા શૈક્ષિક મહાસંઘ દ્રારા આજે કલેક્ટરને વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં કોરોનાકાળ વચ્ચે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં વ્યાયામ શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શારીરિક શિક્ષણના વિષય ઉપર વિકલ્પ આપી સમાવેશ કરવાની માંગ કરી છે. આ સાથે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે, HTAT હેડ ટીચરના આરઆર અને ઓવર સેટઅપ સહિત શિક્ષકોના પડતર પ્રશ્નોને લઇ રજૂઆત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવેદન@પાટણ: કોરોનાકાળે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે તંત્ર સમક્ષ સંઘની રજૂઆત

શૈક્ષિક મહાસંઘ દ્રારા આવેદનપત્રમાં જણાવાયું છે કે, પ્રાથમિક વિભાગમાં શારીરિક શિક્ષણના વિષય ઉપર વિકલ્પ આપવામાં આવે તો શિક્ષક મુખ્ય વિષય અને શા.શિ. બંને વિષયો ભણાવી શકશે. આ સાથે પ્રવર્તમાન સમયમાં ધો 1થી 5માં વધ શિક્ષકોની સમસ્યાનું પણ નિરાકરણ આવશે. આ સાથે જો અમારા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

આવેદન@પાટણ: કોરોનાકાળે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે તંત્ર સમક્ષ સંઘની રજૂઆત