ENT apointment latter
ENT apointment latter
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઈએનટી સંવર્ગની સીધી ભરતીમાં પસંદ થયેલા 14 પૈકી 12 ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક લીસ્ટ જાહેર કરી આ માહિતી આપવામાં હતી. ઉમેદવારોનુ ડોક્યુમેન્ટ વેરીફીકેશન ગત ફેબ્રુઆરીમાં કરાયુ હતુ. જ્યાર બાદ ગઈ કાલે પસંદ થયેલા 12 ઉમેદવારોને રાજ્યની અલગ અલગ હોસ્પીટલ ખાતે ફરજ પર હાજર થવાનો નિમણુંક પત્ર જાહેર કરાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2018-19 ના વર્ષમાં એક ભરતી આધારે સીધી પસંદગી કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યની અલગ અલગ હોસ્પિટલોમાં ઈએનટી સર્જનની જગ્યાઓ ખાલી પડેલી હતી. આ ભરતી આધારે 14 ઉમેદવારોની પંસદગી થઈ હતી. જેથી પંસદ થયેલા 14 ઉમેદવારો પૈકી 12 ઉમેદવારોને ગઈકાલે ઈએનટી(ઈયર નોઝ થ્રોટ) સર્જનની જગ્યાઓમાં સીધી નીમણુંક કરવામાં આવી છે.

જેમાં જનરલ હોસ્પિટલ ખેડામાં ઉર્વષી ગોહીલ, જનરલ હોસ્પિટલ દાહોદમાં સોહીલ વાડીયા ,જનરલ હોસ્પિટલ ડીસામાં અંકુર બારોટ, જનરલ હોસ્પિટલ ભરૂચમાં અલ્પા પીપલીયા, સરકારી હોસ્પિટલ ધરમપુરમાં પાયલ કટેશીયા, જનરલ હોસ્પિટલ પેટલાદમાં જૈમીની ઠક્કર,જનરલ હોસ્પિટલ ગોધરામાં ભાગ્યેશ દરજી, જનરલ હોસ્પિટલ સિદ્ધપુરમાં આશીલ માણાવદરીયા, જનરલ હોસ્પિટલ મહેસાણામાં સ્નેહા રાજપુત, જનરલ હોસ્પિટલ નવસારીમાં અવની પટેલ, જનરલ હોસ્પિટલ વ્યારામાં આશીષ વાલ્વી, જનરલ હોસ્પિટલ આહવા-ડાંગ વિપુલ પટેલની નીમણુંક કરાઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code