નિયુક્તિ@ગુજરાત: મહત્વની 18 સમિતિમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને હોદ્દા મળ્યાં

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે આજે વિધાનસભા અધ્યક્ષ દ્રારા 18 વિવિધ સમિતિઓની જાહેરાત કરીને તેમના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશ નિયુક્ત કરવામાં આવ્યા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખરીયા નિમણૂંક થઈ છે. સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડીયા અધ્યક્ષ બન્યા છે. અટલ
 
નિયુક્તિ@ગુજરાત: મહત્વની 18 સમિતિમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને હોદ્દા મળ્યાં

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે આજે વિધાનસભા અધ્યક્ષ દ્રારા 18 વિવિધ સમિતિઓની જાહેરાત કરીને તેમના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશ નિયુક્ત કરવામાં આવ્યા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખરીયા નિમણૂંક થઈ છે. સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડીયા અધ્યક્ષ બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં આજે ગુજરાત વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાતમાં 4 નાણાકીય, 14 બિનનાણાકીય સમિતિની જાહેરાત કરાઈ છે. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસો સમિતિઓની ચેરમેન સભ્યોના નામ જાહેર કરાયા છે. સામાન્ય રીતે આ સમિતિઓના સભ્યોની ચૂંટણી થતી હોય છે. ભાજપ અને કોંગ્રેસના સભ્યોને પ્રોરેટા મુજબ સ્થાન અપાય છે. પીએસીના ચેરમેન પદ વિપક્ષને અપાય છે. જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ નીમાબેન આચાર્ય, અંદાજ સમિતિના ચેરમેન બાબુભાઈ બખીરીયા, પંચાયતી રાજ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પટેલની નિમણૂંક કરાઈ છે.