નિયુક્તિ@ગુજરાત: ભાજપ અધ્યક્ષ બન્યા ચંદ્રકાંત, 44 કરોડની સંપત્તિ, 11 નાપાસ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી કરવામા આવી છે. ગુજરાતમાં નવા રાજકીય નેતૃત્વની શરૂઆત થઇ રહી છે. જેમાં જીતુ વાઘાણીને સ્થાને ભાજપના કેન્દ્રીય સત્તાધિશોએ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરી નામ જાહેર કર્યુ છે. નવસારીના હાલમાં ભાજપી સાંસદ સી.આર.પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી છે. જનસંઘથી અત્યાર સુધી જે પણ
 
નિયુક્તિ@ગુજરાત: ભાજપ અધ્યક્ષ બન્યા ચંદ્રકાંત, 44 કરોડની સંપત્તિ, 11 નાપાસ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી કરવામા આવી છે. ગુજરાતમાં નવા રાજકીય નેતૃત્વની શરૂઆત થઇ રહી છે. જેમાં જીતુ વાઘાણીને સ્થાને ભાજપના કેન્દ્રીય સત્તાધિશોએ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરી નામ જાહેર કર્યુ છે. નવસારીના હાલમાં ભાજપી સાંસદ સી.આર.પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી છે. જનસંઘથી અત્યાર સુધી જે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યાં છે તેમાં આ વખતે પહેલીવાર કોઇ મૂળ ગુજરાતી નથી તેવા નેતાને જવાબદારી મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિયુક્તિ@ગુજરાત: ભાજપ અધ્યક્ષ બન્યા ચંદ્રકાંત, 44 કરોડની સંપત્તિ, 11 નાપાસ

 

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે 64 વર્ષિય ચંદ્રકાન્ત રધુનાથ પાટીલની વરણી કરવામાં આવી છે. પાટીલ દક્ષિણ ગુજરાતમાં ભાજપના કદાવર નેતા છે. દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા બાદ બીજા પ્રદેશ પ્રમુખ બન્યા છે. સી.આર.પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જસગાંવના એદલાબાદના પીપરીમાં થયો હતો. પાટીલ હાલમાં સુરતના મજૂરા વિસ્તારમાં રહેતાં હોવાનું તેમજ સરેરાશ 44 કરોડની સંપત્તિ ધરાવે છે. પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ સી.આરી.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

નિયુક્તિ@ગુજરાત: ભાજપ અધ્યક્ષ બન્યા ચંદ્રકાંત, 44 કરોડની સંપત્તિ, 11 નાપાસ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપર લિંબાયત પોલીસ મથકે ફરીયાદ દાખલ થયેલી છે. જેમાં પોલીસે ફરીયાદીની અરજી આધારે આઇપીસી કલમ 406 અને 420 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ સાથે પાટીલ ધોરણ-10 પાસ બાદ આઇટીઆઇ કરી ધો-11માં નાપાસ થયા હતા. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠક પર જીત મેળવી હતી. જેમા નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલને સૌથી વધારે (689668 મત) લીડ મળી હતી.

નિયુક્તિ@ગુજરાત: ભાજપ અધ્યક્ષ બન્યા ચંદ્રકાંત, 44 કરોડની સંપત્તિ, 11 નાપાસ