નિયુક્તિ@ગુજરાત: ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ બનાવ્યાં

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયા ની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતની રાજનીતિમાં 2013 માં પગલું ભરનાર આમ આદમી પાર્ટી જેણે અરવિંદ કેજરીવાલ ના નામ અને ચહેરા ને આગળ કરી દિલ્હીમાં તો ત્રણ વાર સરકાર બનાવી પણ દિલ્હી ની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું
 
નિયુક્તિ@ગુજરાત: ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ બનાવ્યાં

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયા ની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતની રાજનીતિમાં 2013 માં પગલું ભરનાર આમ આદમી પાર્ટી જેણે અરવિંદ કેજરીવાલ ના નામ અને ચહેરા ને આગળ કરી દિલ્હીમાં તો ત્રણ વાર સરકાર બનાવી પણ દિલ્હી ની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ઉભું કરી શકી નથી. એવામાં 7 વર્ષ બાદ આમ આદમી પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થવાના પ્રયાસ માં જોવા મળી રહી છે. અને તેના જ ભાગ રૂપે 2017 માં વિધાનસભા ની કાર્યવાહી દરમ્યાન ગુજરાત સરકારમાં કલાર્કની નૌકરી કરનાર યુવકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું જેને હવે ઝાડુ પકડી ને ગુજરાત સાફ કરવાનો નિર્ણય લીધો છે.

નિયુક્તિ@ગુજરાત: ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ બનાવ્યાં

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે,  2017માં પ્રથમ પોતાને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પોતાનો ઓડિયો વાયરલ કરી વિવાદ સર્જ્યો હતો. તો ત્યારબાદ વિધાનસભા ગૃહમાં મીડિયા ને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકી ને વિવાદ સર્જનાર ગોપાલ ઇટાલિયા જે હાર્દિક પટેલ સાથે પાસ ના પાટીદાર અનામત આંદોલન માં પણ જોડાયા હતા અને  ત્યારબાદ હવે પોતાનું રાજકીય સફર ની પણ શુરુઆત કરી રહ્યા છે.