અરેરાટી@લુણાવાડાઃ સરકારી ગાડી ટ્રાવેલ્સ સાથે અથડાઇ, મામલતદાર સહિત ડ્રાઇવરનું મોત

અટલ સમાચાર, ડેસ્ક મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અકસ્માતમાં મામલતદારનું મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાન આરટીઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતા સમયે તેમનું મોત થયું હતું.
 
અરેરાટી@લુણાવાડાઃ સરકારી ગાડી ટ્રાવેલ્સ સાથે અથડાઇ, મામલતદાર સહિત ડ્રાઇવરનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અકસ્માતમાં મામલતદારનું મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાન આરટીઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતા સમયે તેમનું મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

મહીસાગર જિલ્લાના લુણાવાડાના મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં ડ્રાઇવર વિજયરાજ પગી અને અન્ય એક અધિકારી સાથે નીકળ્યા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર પાસે રાજસ્થાન પાસિંગની અશોક ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી સાથે ધડાકાભેર સરકારી ગાડી અથડાઈ હતી. રાત્રિના અંધકારમાં ગાડી અથડાતા ફંગોળાઈ અને રોડની નીચે ધસી ગઈ હતી અને સરકારી ગાડીનો બુકડો બોલી ગયો હતો. આ ગાડીમાં 3 વ્યક્તિ સવાર હતી જે પૈકીના ડ્રાઇવર વિજયરાજ પગીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ટ્રાવેલ્સમાં સવાર લોકો પણ નીચે ઉતરી આવ્યા હતા અને ગાડીમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવામાં મદદ કરી હતી તેવામાં સરકારી ગાડીમાં સવાર મામલતદાર રાકેશ ડામોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડામારોને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમનું મોત થયું હતું. ટ્રાવેલ્સના મોરા સાથે સરકારી ગાડીની જોરદાર ટક્કર થઈ હોવાનું અનુમાન છે. જોકે, ટ્રાવેલ્સમાં સવાર કોઈ પણ વ્યક્તિને કે ડ્રાઇવરને પણ ઇજા પહોંચી હોવાના અહેવાલો નથી. પોલીસે અકસ્માતમાં અથડાયેલી બસના ડ્રાઇવર સાથે તેનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.