અરવલ્લી@અકસ્માત: દારૂ ભરેલી ઇનોવાએ રિક્ષાને ટક્કર મારતા 4 ઘાયલ

અટલ સમાચાર, શામળાજી અરવલ્લી નેશનલ હાઇવે ઉપર દારૂ ભરેલી ઇનોવા કાર ચાલકે રોંગ સાઇડમાં હંકારીને રિક્ષાને અડફેટે લીધી હતી. જેના પગલે ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શામળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડીને આગળી કાર્યવાહી હાથધરી હતી. અરવલ્લી નેશનલ હાઇવે ઉપર ઇનોવા કાર ચાલક રોંગ સાઇડમાં સ્પીડમાં પસાર થતો
 
અરવલ્લી@અકસ્માત: દારૂ ભરેલી ઇનોવાએ રિક્ષાને ટક્કર મારતા 4 ઘાયલ

અટલ સમાચાર, શામળાજી

અરવલ્લી નેશનલ હાઇવે ઉપર દારૂ ભરેલી ઇનોવા કાર ચાલકે રોંગ સાઇડમાં હંકારીને રિક્ષાને અડફેટે લીધી હતી. જેના પગલે ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શામળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડીને આગળી કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી@અકસ્માત: દારૂ ભરેલી ઇનોવાએ રિક્ષાને ટક્કર મારતા 4 ઘાયલ

અરવલ્લી નેશનલ હાઇવે ઉપર ઇનોવા કાર ચાલક રોંગ સાઇડમાં સ્પીડમાં પસાર થતો હતો. આ સમયે સામેથી આવતી રિક્ષા સાથે કારની ટક્કર થતાં રીક્ષાના ભુક્કા બોલાઇ ગયા હતા. અકસ્માતના પગલે રીક્ષામાં સવાર ચાર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શાળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ઘટનાની જાણ થતાં હાઇવે ઉપર લોકોના ટોળા એકઠાં થયા હતા જ્યારે અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો.