અરેરાટી@હારીજ: બેદરકારીથી ડ્રાઇવરે બસ ચલાવી, અઢી વર્ષની બાળકીનું મોત નિપજ્યું

અટલ સમાચાર, હારીજ હારીજ તાલુકાના ગામે એસટી બસની ટક્કરે એક બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. તાલુકાના ગામે ગઇકાલે સાંજે ઘર આગળ રમતી બાળકીને એસટી બસે ટક્કર મારતાં તે આગળના ટાયરમાં આવી ગઇ હતી. આ દરમ્યાન બાળકીના પરિજને બચાવવા પ્રયત્ન કરતાં તે પણ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર જઇ જતાં
 
અરેરાટી@હારીજ: બેદરકારીથી ડ્રાઇવરે બસ ચલાવી, અઢી વર્ષની બાળકીનું મોત નિપજ્યું

અટલ સમાચાર, હારીજ

હારીજ તાલુકાના ગામે એસટી બસની ટક્કરે એક બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. તાલુકાના ગામે ગઇકાલે સાંજે ઘર આગળ રમતી બાળકીને એસટી બસે ટક્કર મારતાં તે આગળના ટાયરમાં આવી ગઇ હતી. આ દરમ્યાન બાળકીના પરિજને બચાવવા પ્રયત્ન કરતાં તે પણ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર જઇ જતાં આસપાસના લોકો દોડી આવતાં બાળકીને દવાખાને લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ હારીજ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના માલસુંદ ગામે ગઇકાલે બેફામ બનેલી એસટી બસની ટક્કરે એક બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગામમાં રહેતાં ભેમાભાઇ પરમારે નોંધાવેલી ફરીયાદ મુજબ, ગઇકાલે સાંજે સાડા ચારેક વાગ્યે ઘર આગળ ખાટલો ઢાળીને બેઠાં હતા. આ દરમ્યાન તેમના નાનાભાઇ ખેમાભાઇના દીકરા જયેશભાઇની દીકરી પ્રિયાંશી આશરે ઉ.વ. બે-અઢી વર્ષની ઘર આગળ રમતી હતી. જ્યાં અચાનક સાંકરા ગામ બાજુથી બેફામ બનેલી એસટી બસના ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. આ દરમ્યાન ફરીયાદીએ તેને બચાવવા પ્રયત્ન કરતાં તેઓ બસ સાથે ટકરાતાં ઇજાગ્રસ્ત બન્યાં હતા.

અરેરાટી@હારીજ: બેદરકારીથી ડ્રાઇવરે બસ ચલાવી, અઢી વર્ષની બાળકીનું મોત નિપજ્યું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માત સર્જીને ડ્રાઇવર બસ મુકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ તરફ પરિવારજનો સહિતના બાળકીને 108માં ધારપુર સીવીલ હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે ફરીયાદીને પણ જમણાં પગના ઢીંચણ ઉપર ફેક્રચર થયાનું સામે આવતાં તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેને લઇ ફરીયાદીએ બસ ચાલક સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. હારીજ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.